________________
પુસ્તક રજુ
૨૩
અવિરતગુણઠાણે! અવિરતિની પ્રબલતાએ તેમના જીવનને આગળ ધપતાં અટકાવ્યું!
આ રીતે પચ્ચક્ખાણ દેકડાથી કે દંડથી આવતું નથી! બલાત્કાર કે શિરજોરીથી આવતું નથી! પ.ની પ્રાપ્તિ માટે આચારશુદ્ધિની જરૂર
એટલે વિચારવાની જરૂર છે કે પચ્ચકખાણ આવે શાનાથી? તે જ્ઞાનીઓ ફરમાવે છે કે – “સા ૪ ગાવાયરિવતરણ તો મત" પચ્ચકખાણ આચારની મર્યાદાથી આવે છે.
જેમ સ્વરાજ્ય-સ્વતંત્રતા–આબાદી દેકડાથી કે દંડથી આવતી નથી, પણ શિસ્ત-વ્યવસ્થા–ઐક્યાંથી આવે છે, છાપાના મીયાઓને ખબર હશે કે–
આયલેડની અંદર એક બાજુ સરકારી રાજ્ય, અને એક બાજુ પ્રજાકીય ન્યાયાલયે ચાલે, પ્રજાકીય ન્યાયાલય પણ જે ગુનહેગાર સાબિત થાય તેને કાયદા પ્રમાણે સજા કરે,
એક માણસને પ્રજાકીય ન્યાયાલયે ગુન્હેગાર ઠરાવી સજા કરી અને જેલમાં મેકલ્ય, તેના ભાઈ એ સરકારી ન્યાયાલયમાં ફરિયાદ કરી, સરકારે કેસ ફરી ચલાવ્યો અને પ્રજાકીય ન્યાયાલયે ગેરકાયદે સજા કરી છે એમ ઠરાવ્યું, અને સજા જેને થયેલી તેને છેડી મુકવાનું ફરમાન કાઢયું,
આ વાતની ખબર પ્રજાકીય ન્યાયાલયને થતાં જેલરને કેદખાનાની બધી ઓરડીઓ ખુલ્લી મુકી દેવાનું ફરમાવ્યું, પેલે તેને ભાઈ સિપાહી લઈને કેદખાનામાં ગયે સરકારી સિપાહીએ એારડી ખુલી છતાં ભાગી ન જનાર પેલાને કહ્યું કે “ભાઈ! તને છૂટે કરવામાં આવે છે!” એટલે પેલે કેદી કહે છે કે –“મારી પ્રજાકીય સરકાર અને મુક્ત કરે છે શું? મારી સરકાર જે મને નિર્દોષ જાહેર કરી મને છોડે નહીં તો એક ડગલું પણ હું અહીંથી ખસવા તૈયાર નથી,