________________
આગમત
પચ્ચના અધિકારી તરીકે શ્રી કૃષ્ણ મહારાજાની મને
દશાનું સુંદર વર્ણન વળી શ્રી કૃષ્ણ મહારાજા પણ વિરતિને અંગે ખૂબ જ ઉત્સુક હતા, પિતે તે માટે અસમર્થ છતાં તેની ઉત્કંઠા એવી તીવ્ર ધરાવતા હતા કે પિતાની ઉંમરલાયક સઘળી દિકરીઓને “તારે રાણું થવું છે કે દાસી?”ના દ્વિઅર્થક પ્રશ્નની રજુઆત દ્વારા અનિચ્છાએ પણ વિરતિમા ધકેલી છે.
તેમ જ જે રાણીઓ માટે ખૂનખાર જગ ખેલ્યા, શ્રી વસુદેવહિંડી આદિ આપણા ગ્રંથ અને જૈનેતરોના શ્રીમદ્ ભાગવત આદિ ગ્રંથમાં જેની નેંધ છે–તે રાણીઓ તેમજ દીકરીઓ પણ જ્યારે શ્રીકૃષ્ણ મહારાજને એમ કહે કે-“મારે દીક્ષા લેવી છે ! પ્રભુ શાસનની આરાધના સર્વ વિરતિના પથ ધપીને કરવા ભાવના છે તે શ્રીકૃષ્ણ મહારાજ જાતે હરખભેર બેલી ઉઠતા કે“ધન્યભાગ્ય છે મહારા! કે હું જે પુનિતપથે જઈ શકતે નથી, તે મંગળપથે મારા કુટુંબીઓ ધપવા તૈયાર થયા છે!” વગેરે હાર્દિક અનુમોદન આપી ધામધૂમ અને ઓચ્છવ પૂર્વક દીક્ષા અપાવતા.
કેવી તમન્ના વિરતિ મેળવવાની કે પચ્ચકખાણ કરવાની શ્રીકૃષ્ણ મહારાજની? છોકરે ગમે તેટલે રડે તે પણ એક પૈસે આપણું હાથે છૂટતે નથી, તે ધનુષ્ય-બાણના જોરે યુદ્ધો ખેલી જે રાણીઓ મેળવી તે રાણીઓ પ્રભુશાસનના પંથે સંયમ સર્વ– વિરતિની આરાધના કરવા તૈયાર થાય ત્યારે હરખભેર સંમતિ આપવી કે આગળ રહી ઓચ્છવથી દીક્ષા આપાવવી નાની–સૂની વાત નથી !
કેટલી વિરતિની ઉપાદેયતા હાડોહાડ વસી હશે! કે પચ્ચકખાણ દ્વારા પાપને પ્રવાહ રોકવાની કેટલી તમન્ના તેઓના હૈયામાં હશે !
આટલું હોવા છતાં શ્રી કૃષ્ણમહારાજાને નંબર શામાં?