________________
આગમખ્યાત
પર્યાયાસ્તિક કે પર્યાયાધિકની મુખ્યતા મેખરે આણી છે ને તેથી દ્રવ્યાસ્તિક કે દ્રવ્યાર્થિક કરતાં તેની શુદ્ધિ કે સૂક્ષ્મબુદ્ધિગમ્યપણું જણાવવા સાથે શ્રદ્ધામાં અગ્રગામીપણું જણાવે છે.
આ ઉપદેશમાં અતિ શબ્દ એકલે ત્રણકાળની સત્તાને જણાવનાર અવ્યય તરીકે જે ગણાય છે, તે વાપરી આત્મરૂપી દ્રવ્યની ત્રણકાલની વર્તન માટે ગ્યતા જણાવી ત્રણે કાળના પર્યાયના સમૂહમયજ દ્રવ્ય છે એમ જણાવી દ્રવ્ય અને પર્યાયની વાસ્તવિક શ્રદ્ધાને ઉત્પન્ન કરે છે.
આ ઉપદેશમાં વાપરેલો અસિત શબ્દ પિતાના વિપક્ષને, સાપેક્ષ રીતે આક્ષેપ કરવા દ્વારા એ સ્વતંત્ર રીતે અતિ ૧, નાસ્તિ ૨, અસ્તિનાસ્તિ ૩, અવક્તવ્ય ૪, અતિ અવક્તવ્ય ૫, નાસ્તિ અવક્તવ્ય ૬, અને અસ્તિનાસ્તિ અવક્તવ્ય ૭, એ સાતે ભેદવાળી સપ્તભંગીને સ્પષ્ટપણે સૂચન કરે છે.
આ ઉપદેશમાં વાપરેલ અતિ શબ્દ વર્તમાનકાલીન ઈન્દ્રિયસંનિકર્ષના જ્ઞાનને જણાવનાર હેઈ આત્મા અને તેના ઔપપાતિકપણાને અધિગમ કરવા પ્રમાણને પડદે ખુલ્લે કરે છે.
આ ઉપદેશમાં આત્માના અનન્ત ગુણે અને પર્યાયમાં વર્તતી અસ્તિતા જણાવી આત્માને અસ્તિત્વ-ધર્મથી સહિત સૂચવ્યું.
આ રીતે આત્માનું વચનનય અને જ્ઞાનનયથી સમધિગમ્યપણું જણાવી નયથી આત્માને અધિગમ થવાનું વર્ણવ્યું છે.
આ ઉપદેશમાં અનેક પ્રકારે અનેક પદાર્થો સ્યાદ્વાદરૂપે સમજાવી શકાય તેવું છતાં આત્માના ઔપપાતિકદ્વારા જે સ્યાદ્વાદ સમજાવ્યું છે તે ખરેખર સમજદારને સુજ્ઞતાને માર્ગ સમજાવે છે.
અર્થાત્ જગતના દરેક જીવ મરણથી તે ડરે છે, પણ વાસ્તવિક શતિએ વીતરાગ મહારાજે જાહેર કરેલા મોક્ષમાર્ગમાં હાલનારા પુણ્યાત્માઓ તે જન્મની અસ્તિતાને જ ભયંકર સમજે.
આ ઉપદેશમાં જન્મને અંગે ભયંકરતા સમજાવી સાફ સમજાવે છે કે જન્મ પામનારા કેઈ પણ મરણના પંજાથી છૂટનારા