SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ રા મ વ ન વા સ....... પ્રવેશ ૧ લા (ઈક્ષ્વાકુવંશના મહારાજા દશરથે રાજધાની અને યેાધ્યા નગરીમાં ધમ મહાત્સવ માંડયા છે, નગરીનાં જિનમદિરામાં સ્નાત્રમહાત્સવ ઉજવાઇ રહ્યો છે, શાંતિસ્નાત્રનું પવિત્ર જળ મહારાજાએ અંતઃપુરમાં રાણીઓને પહેાંચાડવા માટે સેવકોને મોકલ્યા છે, અન્ય રાણીઓને સ્નાત્રજલ પહોંચી જાય છે પણ પટ્ટરાણી કૌશલ્યાદેવીને હજી સ્નાત્રજલ પહેાંચ્યું” નથી.) કૌશલ્યા(મનમાં) ખરેખર સ્વામીનાથ મને ભૂલી ગયા લાગે છે! અંતપુરમાં દરેકને સ્નાત્રજલ મળ્યુ છે, મને હજી કેમ નથી મળ્યું? જ્યાં આપણા ભાગ્ય નબળાં હોય ત્યાં કાઇના શુ દોષ ? (એટલામાં પ્રિયવદાદાસી ત્યાં આવે છે) આ પ્રિયવા-બા આજે આપ આમ ઉદાસીન કેમ છે ? આપના મુખ પર શાકની છાયા કેમ જણાય છે ? કૌશલ્યા-હેન ! શુ કહેવુ, કોને કહેવું? સ’સારમાં મારા જેવું નિર્ભાગી કાણુ છે? જો તે ? રાજકુલમાં દરેકે દરેક આજે કા આનંદ માણે છે, જ્યારે હું કેવી હીનભાગ્ય છું કે, પ્રભુનું સ્નાત્રજલ પણ મારા ભાગ્યમાં નહિ. પ્રિયવ દાના, આવુ ન લે!! સમગ્ર સંસારમાં આપના જેવી પુછ્યા આજ કાને મળી છે ? શ્રી રામચ દ્રજી જેવા પુત્રરત્નના આપ જનેતા છેા, એ આપના જેવા માટે ઓછા ગૌરવની વસ્તુ નથી ? મહારાજાએ આપના માટે સ્નાત્રજલ અવશ્ય મેાકલાવ્યુ હાવું જોઇએ, હું જતે આ વિષે મહારાજાને ખબર આપું છુ, આપ આતે અ ંગે રહેજ પણ ખેદ ન કરે ? (પ્રિયવંદા ત્યાંથી નીકળે છે, ચેડીવારમાં દશરથ મહારાજા ત્યાં આવે છે, ચિંતાગ્રસ્ત કૌશલ્યાને જોઇને પૂ. પંન્યાસ શ્રી કનકવિજયજી ગણિવર, મળ્યું છે, મારાં ભાગ્ય એટલાં માળાં કે આપ સ્વા મીનાથની કૃપા મારા પર ઓછી થઈ છે. ખીન્ન થાય છે. #શરથ-શું હજી સુધી સ્નાત્રનુ` મગળજળ અહિં` આબુ' નથી કે ? આમ કેમ બન્યુ... ? સહુથી પહેલાં અહિ' મોકલવા માટે કંચુકીને રવાના કર્યાં છે, હજી તે આવ્યા કેમ નથી ? કૌશલ્યા-સ્વામી ! એમાં મારા પુણ્યની ખામી છે, જ્યારે અ'તપુરમાં દરેક રાણીઓને સ્નાત્રજલ દશરથ–(કાંઇક અધીરતાથી) આમાં એવુ કાંઇજ નથી, તમારા જેવા સમજી-વિચારશીલ શ્રીરત્નને આવા વિકલ્પે ન છાજે તમારા માટે પહેલાંજ માણુસને મેકલ્યા છે, હુ' હમણુાંજ તપાસ કરાવુ છુ, કે, આમ શાથી બનવા પામ્યું? (એટલામાં વૃદ્ધ કંચુકી હાથમાં રત્નજડિત સુવણુ - પાત્રમાં સ્નાત્રજલ લઈ ત્યાં હાજર થાય છે) દેશથ-કેમ આટલું. બધું મોડું થયું ? તને સહુ પહેલાં અહિં આવવા માટે માન્યેા હતા અને હવે આવે છે? કંચુકી–(થડકતે દલે, ક ંપતે સ્વરે) મહારાજા ! આમાં મારે દોષ નથી. આ મારી કાયાનીરહામે નજર કરે ! શું કરૂં ? શરીર હવે કામ આપતુ' નથી, હું લાચાર છું, પહેલા જેવું હવે મારાથી ધાર્યું કાર્યો થતુ નથી. (મહારાજા દશરથની દષ્ટિ વૃધ્ધ કચુકી પર પડે છે, શરીર ધેાળી પૂણી જેવુ નિસ્તેજ, અંગેઅંગમાં કરચાળીઓ પડેલી કાયા નમી પડેલી, આંખમાંથી પાણી વહી રહ્યું છે, ભમ્મર પરના ધેાળા વાળ આંખને ઢાંકી રહ્યા છે. નાક-મા'માંથી લાળ પડ્યા કરે છે. કાયા કંપી રહી છે, પગ ચરથર ધ્રૂજી રહ્યા છે. કંચુકીના જરાથી જરિત દેહને જોઇ દશરથ મહારાજા ક્ષણભર વિચારમગ્ન બની જાય છે) દશરથ-અહે ! ખરેખર શરીરની આ દશા ? વૃધ્ધાવસ્થામાં આવતાં શરીર કેટ-કેટલું ધ્યાજનક બની જાય છે ! ખરેખર કાચી માટીના વાસણ જેવી ઘડિકમાં નાશ પામી જાય તે સ્થિતિની છે, અરે શરીરની ખાતર પ્રાણીઓ જીવનમાં કેટ-કેટલાં પાડે આચરે છે, એ શરીરની છેવટે આજ સ્થિતિ ને ? તે! હવે આ શરીર કામ આપે છે ત્યાં સુધી ભારે આત્મઢિત સાધી લેવુ જોઇએ. કૈશવ્યાસ્વામીનાથ ! આપ આ બધા વિચાર શા માટે કરે છે ! આપને આત્મહિત સાધવુ હોય તો ખુશીથી આપ સાધી શક઼ા છે, પણ હજી એ માટે ઉતાવળા થવાનુ નથી, અવસરે આપ આ કલ્યાણના માગે પ્રયાણ કરજો !
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy