SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨૦ : પરિયન; સામેના બંગલામાંથી કારમા ફનને અવાજ આવ્યો. વ્હેલી સવારના કેટલાક ડાઘુએ કોઇ યુવાનના મૃતદેહને નનામીમાં બાંધીને બંગલાની બહાર કાઢતા હતા. આ કરૂણુ ઘટનાના સમાચાર અશાક અને કોણિકે તેમના માતાપિતાને આપ્યા અને ખબર પડી કે, એ બંગ લાની વિધવા માલીકના એકનાએક ૨૦ વર્ષના યુવાન પુત્રનુ' અકસ્માતથી અવસાન થયુ` હતુ`. શાંતિલાલશે અને તેમનાં પત્ની તેમના મકાનની ગેલેરીમાં ઉભાં રહી મૃત્યુ પામેલા યુવાનની વિધવા માતાના હૈયાફાટ રૂદન, અને સ્વજનાના કારમા વિલાપ સજળ આંખે જોઈ રહ્યા હતાં અને શેઠ સ્વયં બબડતા હતા......'' હજુપણુ સમજીને ધરની બહાર નીકળે, નહિતર જેને તમે તમારાં સમજો છે, તેએજ તમને બાંધીને બહાર કાઢશે...... '' અને સરલાબ્ડેને તેમના એ હાથા વડે, તેમના કાન દખાવી દીધા, અને દોડતાં– દોડતાં તેમના ઓરડામાં જઇ, પલંગ પર સૂઇ ગયાં. થોડા વિસા પછી, શાંતિલાલશેકે, તેમની પત્ની સમક્ષ, ધરને! ત્યાગ કરી, પાલીતાણા જવાની ઇચ્છા પ્રગટ કરી. સરલાબ્ડેને સાથે આવવાનુ કહ્યું, પરંતુ શેઠે જવાબ આપ્યા, કે મારા માગ કાંટાથી ભરેલા છે—ત્યાં કાઈનું કામ નથી. પરંતુ સરલાબ્ડેને કહ્યું“ એ કાંટા મારા માટે પુલની શય્યા બની રહેશે, તમારા આત્માને અજવાળવા માટે, તમારા વનના પડછાયા બનીને પ્રયત્નશીલ રહીશ...” તેમની પત્નીના જવાબથી શેઠની આંખમાં હર્ષોંના આસું આવી ગયાં, અને તેમના મુખમાંથી ઉગારી સરી પડયા...” ધન્ય છે... !” પત્રવ્યવહાર કરી : બીજે દિવસે શાંતિલાલશેઠને લઈને સરલામ્હન પાલીતાણા ગયાં......અને ત્યાં જઇ શ્રી સિદ્ધક્ષેત્રની પવિત્ર છાયામાં શેઠે કઠીન તપશ્ચર્યાની શરૂઆત કરી, સરલાબ્વેનની પણ ધર્મપ્રત્યેની ભાવના હવે દૃઢ બની હતી અને શેઠ-શેઠાણી બંનેએ આત્માના કલ્યાણ માટે ક વ્યના પંથે ડગ માંડયા. જૈન ધાર્મિક અભ્યાસની ઉત્તમ સગવડ ++++ જૈન વિદ્યાર્થીને વગર ફી' એ પણ ખાનપાનની ઉત્તમ સગવડ સાથે દાખલ કરાય છે. : મ’શ્રી : શ્રી વર્ધમાન જૈન તત્ત્વ પ્રચારક વિદ્યાલય શિવગજ પા. એરપુરા, ( રાજસ્થાન )
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy