________________
જનહિતરછુ.
- (૨૨) સમાજને લગતા કયા જૂના રીવાજે બદલાયેલા સંજોગો છતાં ટકાવી રાખવા જેવા છે અને કયા, સંજોગોને બંધબેસતા સ્વરૂપમાં બદલા જેવા છે હેનું બારીક શોધન; એવા શોધન વખતે જૂનું એટલું સુનું' એ દુરાગ્રહને તેમજ “મરેલા ભૂતકાળનું અમારે કામ નથી” એવી તેછડાઈને તિલાંજલી આપી માત્ર સમાજ હિત શરણ જ દષ્ટિ રખાવાની જરૂર."
(૨) અધ્યાત્મ, ગ, માનસશાસ્ત્રને શાસ્ત્રીય રીતે (સાયન્ટીશિક રીતે) અભ્યાસ થઈ શકે એવી, એ અભ્યાસને લાયકના માણસો માટે, સગવડ કરવા સારૂ શું કરવું જોઈએ એ સંબંધી વિચાર; બજ દેશમાંથી આ દેશમાં અને આ દેશમાંથી બીજા દેશમાં તે વિદ્યાઓને પ્રચાર કરવાની જરૂરીઆતનું ભાન. ' (૨૪) દેશમાં સુશિક્ષિત નર્સો, સ્ત્રીશિક્ષકે, શિક્ષકે, નિર્દી અને અપ્રમાદી વિદ્વાન ધર્મગુરૂઓ ઉત્પન્ન કરવાની જરૂરનું ભાન.
(૨૫) શરીર અને બુદ્ધિનો ઉપયોગ કરવા છતાં હજારે વ્યક્તિને ઉદરપષણની ચિંતામાં મૂકાવું પડે છે એ સ્થિતિ નાબુદ કરી સુવ્યવસ્થિત સમાજ રચના કરવાના રસ્તાઓનું જ્ઞાન.
ઇત્યાદિ, ઇત્યાદિ અનેક બાબતમાં ઉંડા ઉતરવાની અને તે તે બાબતેને લગતું પિતાનું જ્ઞાન વ્યવહારમાં મૂકવાની ફરજ જૈનો માથે છે. અહીં હું આગ્રહપૂર્વક કહીશ કે, જેને કોઈ જ્ઞાતિ નથી કે કોઈ વાડો નથીઃ એ તે જૂદી જૂદી જ્ઞાતિઓ, જૂદા જૂદા વાડા, જૂદા જૂદા લિંગ અને જુદા જુદા દેશોમાંથી, દુનિયાનાં દુઃખો પર મેળવવાના સર્વસામાન્ય આશયને પાર પાડવા માટે એકઠી મળેલી વ્યક્તિઓને “પુસખા છે; અને એમ હોવાથી જેનો દુનિયાના ઇશ્વર છે એમ કહેવામાં હું કે અમુક દેશ કે અમુક જ્ઞાતિ કે અમુક માન્યતા ધરાવનારાઓને છાપરે ચહડાવવાને દેષ કરતો નથી, એ સહજ હમજી શકાય તેવું છે. રક્ષા અને સહાય કેવી રીતે થાય એ હમજનારા અને રક્ષા તથા કહાય કરનારા દરેક માણસને હું જેન હમજું છું અને પ્રત્યેક જૈન એ દુનિયાનો ઈશ્વર છે.
એક પિતાએ એક પુત્રની સંભાળ કેટલી કેટલી બાબતોમાં લેવી જોઈએ એ કોઈ માણસ સંપૂર્ણ રીતે કહી શકશે નહિ. પુત્ર પ્રત્યે પિતાનો સ્વાભાવિક પ્રેમ જ પુત્રની મુશ્કેલી, દુઃખો અને સહાયની જરૂરીઆતે હમજી શકે અને તે તે પ્રસંગને જરૂરની મદદ પહોંચાડી શકે. તેવી જ રીતે દુનિયાને હજારે પ્રકારની મદદની જરૂર એ છે;