SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ હજી પણ જેન” નામને વાડીલાલ કેમ વળગી રહ્યો છે? ૮૫ એ સર્વનું સપૂર્ણ લીઝ કોઈ વિચારક કદિ આપી શકે જ નહિ, જેને ખરેખર પ્રાણું માત્રના પરમેશ્વર કે રક્ષક કે મિત્ર બનવું છે તે જ તે પ્રાણીઓનાં દુઃખો અને જરૂરીયાત જોઈ શકે અને મદદ કરી શકે. માત્ર શાસ્ત્રને ઉપદેશ કરે એ જગતને સહાય કરવાને એકને એક રસ્તો નથી. ભૂખે માણસ શું ઉપદેશ સાંભળવાન હતા? બુદ્ધિહીન શું ઉપદેશ સહમજી શકવાને હતો? દરદી શું ધર્મ આચરી શકવાનો હતો? નિર્ધન શું દાન કરી શકવાને હતો? દેશમાં સુલેહ ન હોય એવે પ્રસંગે શું ધર્મશાસ્ત્રો અને ધર્મોપદેશને નિભાવ થઈ શકવાનો હતો? ટુંકમાં ધર્મની દરકારવાળા જૈનોએ દેશને અને દુનિયાને અગાઉ જણાવેલી તમામ બાબતોમાં મદદ પહોંચાડવી જોઈએ છે અને તેમ કરવા માટે તે તમામ બાબતોમાંની પિતાથી શિખાય તેટલી બાબતોનું જ્ઞાન મેળવવું જોઈએ છે. " જ્યાં સઘળી નદીઓ મળે છે એવો કોઈ સમુદ્ર હોય તો તે જૈન ધર્મ છે, એમ આપણે વારંવાર કહેવામાં ગર્વ લઈએ છીએ. અલબત વસ્તુતઃ તે વાત ખરી છે, પણ શું આપણું વર્તન સમુદ્ર જેવું છે? આપણે દરેક “નદી’ની નિંદા કરીએ છીએ, દરેક “નદીના સ્પર્શ માત્રમાં મિથ્યાત્વ માનીએ છીએ, અને વળી કહીએ છીએ કે બધી નદીઓ અમારા “સમુદ્રમાં મળે છે ! કે જબરો પરસ્પર વિરોધ! નહિ, જૈનસંઘે ખરેખર દરીઆવ પેટ કરવું જોઈએ છે, સઘળા ધર્મોની ગુપ્ત ચાવીઓ પિતામાં છે એમ બતાવવાનું સામર્થ્ય મેળવવું જોઈએ છે અને સ્વાદાદ શૈલિની સ્વાયથી સર્વ ધર્મોનું (એટલે કે સર્વ “દષ્ટિબિંદુઓનું) જૂઠાણ નહિ પણ સત્ય સાબીત કરી આપવું જોઈએ છે. સત્ય કદી રહીડાતું કે ગર્વ કરતું નથી; જૈનધર્મીએ બીજાઓ તરફ રહીડાવાનું અને આપબડાઈ કરવાનું છડી સર્વને ધર્મની ચાવીઓ શીખવવાને તથા સર્વ દેશે અને સર્વ ધર્મોને જોડનાર સોનેરી સાંકળ બનવાને હવે મેદાનમાં પડવું જોઈએ છે. - ય એ શું છે? ડૂબતાને ધરી રાખે, ઉંચે લાવે, એનું નામ ધર્મ છે; ડૂબતા માણસથી દૂર ઉભા રહી રાફબંધ ધર્મનું ભાષણ આપનારને જે “ધર્મ ” કહીશું તો પછી “ધર્મગ” કે “નિર્દયતા” ઇત્યાદિ. શબ્દોના અર્થ શોધવા કહાં જઈશું? અધ્યાત્મ એ એક એવો મંત્ર છે કે જે વ્યાપારને, ગૃહને, સજ્યને,
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy