SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ઇનામ રૂ. ૨૫૦ નું ૨૫ રુનામ . ર૬૦) નું. પઠિત ધwલાલને તથા બ્રહ્મચારી શીતલપ્રસાદને ચેલેન્જ! મુંબઈમાં પં. ઉદયલાલજીના ઇરાદા માત્રને ગુન ઠરાવી પંડિત ધન્નાલાલજીએ જે શિક્ષા ફરમાવી છે અને કલકત્તામાં જૈનહિતૈષીઆદિ ત્રણ માસિકપત્રોને “અજૈન” ઠરાવી યકેટની સજા ફરમાવી છે તે બન્ને પગલાં ન્યાયપુરઃસર હોવાનું પુરવાર કરનાર લેખો જે કોઈ જૈન લખી મોકલશે તે એક પરીક્ષક કમીટીને સેંપવામાં આવશે. કમીટીમાં એ પ્રસિદ્ધ દિગમ્બર જૈન, એક પ્રસિદ્ધ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન, એક પ્રસિદ્ધ સ્થાનકવાસી જૈન, એક ન ધારાશાસ્ત્રી તથા એક પ્રસિદ્ધ અજૈન શાસવેત્તાઃ એમ પાંચ ગૃહસ્થાની નીમણુક કરવામાં આવશે. મળેલા લેખમાં જે શ્રેજી સાબીત થશે અને ઉક્ત સજાઓ વાજબી છે એમ આ કમીટીને ખાત્રી કરાવી શકશે હેના લેખકને રૂ. ૨૫૦) નું ઇનામ જનહિતેચ્છુ - ફિસ તરફથી આપવામાં આવશે. એટલું જ નહિ પણ “હિતેરછુના અંકમાં આ સંબંધે લખાયેલી નોંધો” પાછી ખેંચી લઈ જાહેર રીતે ક્ષમા માંગવામાં આવશે. - પંડિત ધન્નાલાલજી અને બ્રહ્મચારી શીતલપ્રસાદજી જે આ પ્રમાણિક ચેલેંજ નહિ સ્વીકારે તે પિતાના પગલા માટે પિતે શરમાય છે એમ માનવામાં જૈન પ્રજ વાજબી ગણાશે. લેખ હિંદી, ગુજરાતી કે અંગ્રેજી પૈકી કોઈ પણ ભાષામાં લખી શકાશે. ૨૫ કુસકેપ બાજુથી વધારે લંબાણ કરવું નહિ. અક્ષર સ્પષ્ટ લખવા. ધર્મશાસ્ત્ર, વ્યવહારશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર ઇત્યાદિ ગમે તે એક અથવા સર્વ સાધનોના ઉપયોગ કરવા છુટ છે. નીતિ કે ફૂટનીતિથી પણ બચાવ કરવાની છૂટ છે. વિધાન અને તટસ્થ પરીક્ષકે કૂટનીતિને પીછાનવાને અશક્ત નહિ જ હેય. કમીટીને નિર્ણય જાહેર પેપરદ્વારા પ્રગટ કરવામાં આવશે. - લેખે રજીસ્ટર્ડ બુક્યાથી “જનહિષ્ણુ” ઐફિસ, ઘાટકોપર, (મુંબઈ) એ શિરનામે તા. ૧ નવેમ્બરની અંદર મોકલવા. વાડીલાલ કે. શાહ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy