SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ જૈનહિતિષ્ણુ 6. ~-~- ~~ હ મિત્રતા. હી હો તો આ વિષય સાયન્ટીફીક રીતે ચર્ચાશે. માનસશાસ્ત્ર, ધર્મ, વ્યવહારઃ સર્વ દષ્ટિબિંદુઓને ઉપયોગ કરવામાં આવશે બનતાં સુધી આ વિષચને આ ગ્રંથ રચી “હિતેચ્છુ” ના ગ્રાહકોને ભેટ આપવાની તજવીજ થશે. દુનિયામાં જે કોઈ એવી ચીજ હોય કે જહેના સંબંધમાં વધારેમાં વધારે ગેરસમજ થવા પામી હોય તે તે મિત્રતા છે. મિત્રતા શું ચીજ છે અને કહાંથી ઉદ્દભવે છે એ તપાસવા ઘેડાએ જ દરકાર કરે છે. જનસમાજ પિતે તે વિચાર કરતો નથી, માત્ર કવિઓના મરંજક ઉગારે ગેખે છે અને પછી લાંબા વખતના પરિચયને લીધે એ ઉગારે અથવા કાવ્યો જ એમનું “સત્ય” બને છે. કોઈ કવિએ ગાયું કે “મિત્રતા એ દૈવી પ્રજાને છે, કેાઈએ કહ્યું કે “દોસ્તી એ ઇશ્વરી બક્ષીસ છે, ” કેઈએ કવ્યું કે “ મિત્રતા એ સ્વગીય પુષ્પ છે, ” એટલે પછી સમાજે અને ખાસ કરીને યુવાનવગે અને મજૂર તથા કારીગર વગે–એ પદને ગમ્યું અને લલકા,-એટલે સુધી કે એ એમનું જીવનસૂત્ર બન્યું. પછી તેઓ એ “ભાવના” ( Concept )ના દાસ કે ભક્ત બનશે અને એક ભક્ત જેમ હાં ને ત્યહાં પિતાના ભક્તિપાત્ર ઈશ્વરને દૃઢ છે તેમ તેઓ વ્હાં ને હાં મિત્રને ઢંઢશે. એમની કલ્પના દરેકમાં મિત્રતા આપશે અને હવે તે કલ્પનાના જ રાજ્યમાં નહિ ગોંધાઈ રહેતાં જીવનમાં ઉતરશે,–જીવનમાં મિત્ર માટે આત્મભોગ આપવાની ક્રિયા કરવા લાગશે. કલ્પના ક્રિયામાં પરિણમશે અને ક્રિયા ક્ષણિક દિલાસો અને નક્કર દુઃખનો અનુભવ કરાવશે. પણ તે છતાં તે માણસ એ અનુભવોને પરસ્પરને સંબંધ વિચારવા શક્તિમાન ન હોવાથી ઉલમાંથી નીકળી ચૂલમાં પડશે, એક મિત્ર છેડી બીજા મિત્રના બંધનમાં જશે. મિત્રતાનું સામ્રાજ્ય એ પ્રમાણે દુનિયામાં ચાલતું જ રહેવાનું. બીજા હાથ ઉપર, કોઈ કવિને કે લેખકને હેના કોઈ માનેલા મિત્રે દશે આપવાથી તે એક આત્યંતિક સિદ્ધાંત બાંધવા પ્રેરાય છે અને કહે છે કે, “મિત્રતા એ પોકળ નામ માત્ર છે” અથવા “લક્ષ્મી અને સત્તાને પડછાયે માત્ર છે.’ હેનું આ કથન જુવાનવર્ગ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy