SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જૈનહિતરછુ. સુધી કેટલું કષ્ટ પડ્યું હશે હેને ખ્યાલ લાવવાનું કામ મુશ્કેલ નથી. આવી રીતે રીબાવી રીબાવીને મારનાર–અને તે ૫ પિતાના જ જતિબંધુઓને મારનાર-કેના પંડિત ધન્નાલાલજી વગેરે આગેવાને હારે બાબુ જુગલકીશોરજી, પંડિત નાથુરામજી પ્રેમી, પંડિત ઉદલાલજી વગેરે સજન જેનોથી જૈન ધર્મને હણાઈ જતો બચાવવાની વાત કરે છે ત્યહારે ખરેખર હસવું આવે છે. આ દયાધર્મને અને મુક્તિમાર્ગના રક્ષકો ન જોયા હોય તો? દયાનું જ ખૂન અને મુક્તિ યાને સ્વાતંત્ર્યના જ શત્રુઓને દયા અને મુક્તિના “રક્ષક” તરીકે દાવો કરવા દેવા પહેલાં વાઘને ગાયોના ટોળાને રક્ષક થવા દે પડશે ! ડાયરને હિંદરક્ષા માટે મુકરર કરવું પડશે! અલાઉદીનને જૈન અને હિંદુ દેવાને બગાડ અન” નીમવા પડશે! વાહ રે વાહ દયાના દેવતાઓ-મુક્તિના ઇજારદારો-સમાજના ગાડીઅને !...... વાહ રે સમાજસરેવરના તીરે ધ્યાન ધરી માંછલાને ભક્ષ કરતા બગલાઓ ! અને આ પણ ખંડેલવાલ જ ! ૧૫૪ કુટુઓને ૧૩૨ વર્ષથી થયેલો બહિષ્કાર દૂર કરનાર એક ખંડેલવાલ નાયક જ છે, અને એ જ ખંડેલવાલ જાતિના મુંબઈ જેવા સુધરેલા કહેવાતા શહેરમાં વસતા આગેવાને પંડિત ઉદયલાલજીને હજી તો એણે “ગુન્હો’ કર્યો પણ નથી એટલામાં તે બહિષ્કારની સજા ફરમાવી પણ દીધી અને ગામોગામની બીરાદરીને હેની સાથે સંબંધ નહિ રાખવા ઝારશાહી હુકમ ફરમાવી દીધો ! બિચારાને ખબર કહે છે કે ઝાર એના લોકોના જ હાથે–અને તે પણ ભૂંડે હાલે–સુઓ છે! અને જે ગુન્હ હજી ઈરાદામાં છે તે ગુન્હાને પ્રકાર પણ ક? પાંચ હજાર ખર્ચવા છતાં એક સદાચરણ યુવાનને ૩૫ વર્ષની ઉમર સુધી જ્ઞાતિની કન્યા ન મળી શકવાથી ખુલ્લી રીતે વિધવા સાથે લગ્ન કરવાનો ઇરાદો એ જ ગુન્હ ! પણ ખરો પડદો તે હવે ખુલે છે -દક્ષિણમાં એ જ ધર્મ પાળતી સતવાલ, ચતુર્થ અને પંચમ આદિ જાતિઓમાં સેંકડો વર્ષોથી પુનર્લગ્ન થાય છે અને સેતવાલ (દિગંબર) જાતિમાં તો “દુટા છેડા”ની પણ પ્રથા સૈકાઓથી ચાલુ છે. એ “છુટા છેડા” અને પુનર્લગ્ન કરનાર દિગમ્બર જે મંદિરમાં જવાનું ચાલુ રાખશે તે જ મંદિરનાં દ્વાર, માટે બંધ કરેવામાં પુનર્લગ્નને ઈરાદે માત્ર કરનાર વિદ્વાન જનને આવે છે! ધન્ય છે ધન્નાલાલજીના સ્વકલ્પિત ન્યાયશાસ્ત્રને અને સમાજશાસ્ત્રને!
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy