________________
૧૩૮ ,
નહિત છું. એકકેની પ્રેસ આ આલોચનાની જન્મદાતા નથી. આ લેખ મહારા હમેશના રીવાજ મુજબ એક સ્થૂલ પ્રસંગને પકડી એ પ્રસંગની પાછળ રહેલા તત્વજ્ઞાનની ચિકિત્સા કરવા અથે જ છે. આ લખનાર નથી કોઈ રાજ્યકારી પક્ષનો સંભ્ય, કે નથી કોઈ ધર્મપંથને અનુયાયી; તમામ રાજ્યકારી પ્રવૃત્તિઓને અને ધર્મપંથ વાળાઓની પ્રવૃત્તિઓને પ્રેરનાર “હમજીને અભ્યાસક માત્ર તે છે અને તેથી તત્ત્વજ્ઞાન વિષયક મહત્ત કે છીછરાપણું ઢુંઢવા પુરત જ એનો આશય છે. વિશેષમાં એ માને છે કે, ભૂલમાત્ર કાર્યની નહિ પણ માન્યતાની-તત્વજ્ઞાનની જ હોય છે. રેગ ત્યહાં જ છે કે જ્યહાં આપ્યું અને એક ભાગ એ વૃચ્ચેને ચુમ્બન્ધ જોયા સિવાય એકાંત દષ્ટિએ જ જેવા–વિચારવામાં આવે છે અને પછી એ વિચાર કાર્યમાં પરિણમે છે.
એટલી પ્રસ્તાવના–પ્રાયઃ મલીન આશાવાળી બની ગયેલી આજની સભ્ય દુનિયાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં-કરવી જરૂરની ધારી કર્યા બાદ આગળ વધીશું. પ્રથમ આપણે બનેલ બનાવ સં. ક્ષેપમાં જોઈશું, પછી એ બનાવ પ્રેરનાર તત્ત્વજ્ઞાનના સત્યાસત્ય તરફ નજર કરીશું.
આયસમાજ પોતાની લોકપ્રિયતા વધારવા ખાતર અને એ રીતે નવા સભ્ય મેળવી પિતાનું ક્ષેત્ર તથા બળ વધારવા ખાતર વાર્ષિક મહોત્સવ કરે છે. એ એક મહત્સવ ઘેડ દિવસ ઉપર અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીજીની લોકપ્રિયતા ઘણી વધી ગયેલી હોવાથી આજે ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રિય—૨ ભાષા વિષ પક ચર્ચા કરનારાં સમેલનોમાં પણ એમની હાજરી કે ઉપરીપણું મેળવવા લોકવર્ગ તલસે છે. ( એક મનુષ્ય એક વિષયમાં ટોચે પ હોચેલો હોય તેથી કાંઈ સર્વ વિધામાં પારંગત હોઈ શકે નહિ; પરંતુ ગાડરસમૂહને “ વિવેક” કરતાં નહિ આવડતું હોવાથી આવી ભૂલ કરે એ સ્વાભાવિક છે) તેથી, ગાંધીજીને ઉકત સમેલનના પ્રમુખપદે મેળવવા એક સમા યત્ન કર્યો, કે જે મહાશયને ગાંધીજીએ સંન્મેલન વચ્ચે પિતાના “એક વખતના શિક્ષાગુર” તરીકે ઓળખાવ્યા હતા અને “હેમના આગ્રહને ઈનકાર કરી શકવાથી” જ તેઓએ હાજરી આપી પ્રમુખપદ લેવાનું સ્વીકાર્યું હતું એમ ખુલ્લા શબ્દમાં એકરાર કર્યો હતે. પ્રમુખપદેથી ગાંધીજીએ આર્યસમાજના ગુણું કે સત્કાય કે સેવાકાર્ય કે કોઈપણ ઉજળી બાજુ તરફ જન