SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સમયના પ્રવાહમાં ? પણ નહોતું, રાજ્ય વિરૂદ્ધનું પણ કાર્ય નહોતું, માત્ર સર્વોત્તમ પ્રકારની જીવદયાને લગતી ફરજ બજાવવાનું કામ હતું. જેઓએ આવી ફરજ બજાવતાં પણ ડર ખાધે તેઓ રાજદારી ધારાસભામાં જઈ દેશનું શું ઉકાળવાના હતા ? તેઓ પોતે જ ધારાસભા માટેની પિતાની નાલાયકી પિતાના જ આ કૃત્યથી સાબીત કરે છે. (૨) આખાહના કવેટ મૂડ જન સંઘના પ્રતિનિધિઓએ સ્થાપેલું સુફતમાં ડર ફંડનું આખું સ્વરૂપ આ પ્રાન્તિક કોન્ફરન્સ જેવી સંભાએ બદલી નાખ્યું છે અને તે પણ એક વ્યકિતની આજ્ઞા મુજબ જ. હું નથી ધારતા કે આવી પદ્ધતિથી કન્યરન્સ સમાજને ચાહ સંપાદન કરી શકે. દેશની અને દુનિયાની પરિસ્થિતિઓ જોતાં છેવટે કહ્યા સિવાય રહેવાતું નથી કે ત્રણે જૈન ફીરકાની કોન્ફરન્સ આજકાલ માત્ર બરચાના ખેલ જેવી બની છે, અમુક વ્યકિતઓની જાહેરાત અને આડકતરા લાભ સિવાય બીજું કાંઈ હિત-સામાજિક હિતેથી થતું નથી અને થવાનો સંભવ પણ નથી, એટલું જ નહિ પણ રાષ્ટ્રિય ભાવનાને આવી નિર્માલ્ય પ્રેમી પ્રવૃત્તિઓથી અવશ્ય હાનિ થાય છે. જૈન કોન્ફરન્સ સડી સડીને મરે તે કરતાં કઈ બહાદૂર સમાજની ગાળે ખાઈને પણ એક કેટકે હેને અંત આણે તો વધારે ઉપકારી થઈ પડે, કે જેથી બીજો કોઈ બહાદુર જૈનસમાજને વધુ તનદુરસ્ત અને વધુ વિશાળ એવી રાષ્ટ્રિય પ્રવૃત્તિઓમાં દોરવાની સગવડતા પામી શકે. મહાત્મા ગાંધીના તત્વજ્ઞાનનું પથકકરણ કરવાને એક પ્રસંગે પ્રાપ્ત થયો છે. એ પ્રસંગ અમદાવાદ ખાતે આર્યસમાજના વાર્ષિક મહોત્સવ પ્રસંગે ગાંધીજીએ પ્રમુખપદેથી ઉચ્ચારેલા વિચા થી ઉદ્ભવ્યો છે. શરૂઆતમાં કહી લેવું જરૂરનું છે કે, આ લખનાર ઉકત સમાજને સભ્ય નથી એટલું જ નહિ પણ જે જૈન સમાજમાં હેને જન્મ છે અને જહેનું સેવસ્પણું હેણે ૨૦ વર્ષ સુધી કર્યું છે તે જૈન સમાજ સાથે તો આર્યસમાજને “બારમે ચંદ્રમા” છે અને ગાંધી માટે આ લખનારને અસાધારણ માન છે એટલું જ નહિ પણ રાષ્ટ્રહિતના દષ્ટિબિંદુથી ઘેાડી પ્રશસ્ત કલા” ( Benevotent Art) વાપરીને પણ ગાંધીજીને અનુકરણીય પુરૂષ તરીકે જાહેર કરવાને આ પત્રમાં અનેક પ્રસંગે લેવામાં આવ્યા છે. મતલબ કે, ગાંધીજી તરફ ૉષ, ઈર્ષા કે- અસહિષ્ણુતા આદિ કોઈ અનિષ્ટ - તત્ત્વ અથવા આર્યસમાજ પ્રત્યે સ્વાર્થ પ્રેરિત અંધશ્રદ્ધઃ બેમાંથી
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy