SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છ નકામા બખાળા:–મનુષ્ય સ્વરક્ષાની ઈચ્છાથી દોરાય છે, નહિ કે પરોપકારની, એ સત્ય-હિંદી પ્રજ સહમજી શકી નથી તેથી જ નકામા બખાળા પાછળ વિશેષ શક્તિ ગુમાવાતી આજકાલ નજરે પડે છે, કાળા કાયદા” શા માટે રદ કરતા નથી, છાપાના મહેડે દીધેલ હૃચે શા માટે દૂર કરતા નથી, પંજાબના અત્યાચારનાં મુખ્ય પાત્રોને શા માટે ઘટતી શિક્ષા કરતા નથી, મુસલમાનભાઈઓને ટક બાબતમાં આપેલું વચન તોડી હેમની ધાર્મિક લાગણી દુભવવાનું કેમ બંધ કરતા નથી : ઇત્યાદિ બખાળા કહાડનાર પેટા જ્ઞાનથી જેટલા 4:ખી થાય છે તેટલા ઉક્ત બનાવથી દુઃખી થતા નથી. દરેક વિદેશી પ્રજા બીજા દેશ પર કાબુ રાખવા ખાતર એમ જ કરે એ સિવાય એની હયાતી હાં કાયમ રહી શકે નહિ. પંજાબે યુરેપી યુદ્ધમાં પિતાની બહાદુરીની સાબીતીઓ ન આપી હોત તે એ બહાદૂરી દાબી દેનાર પગલાં લેવાની ડાયરને કાંઈ જરૂર ન પડત. તાબેદાર પ્રજામાં જેમ જેમ જેર પ્રગટતું જાય તેમ તેમ ઉપરી પ્રજાએકારણે કે વગર કારણે–સખ્તાઈ કરવી જ પડે અને સખ્તાઈને કાયદાનું સ્વરૂપ પણ આપવું જ પડે. આજે દુનિયાએ સમ્રાઈને અધમ માની છે પણ કાયદાને પવિત્ર ચીજ માની છે. જે દુનિયા “ પ્રમાણિક્તા” શિખી હેત અને જીંદગીની અનેક જરૂરીઆતેમાંની એક તરીકે સખાઈને પણ નિર્દોષ ચીજ માની હતી તે એને કાયદાનું વરૂપ આપવાની તકલીફ બચતે. એક વિચારક તરીકે મને કોઈ સપ્ત પગલાં કે ભયંકર યુદ્ધમાં નહિ ઈચ્છવા જોગ કાંઈ લાગતું નથીઃ પણ પક્ષકાની “અપ્રમાણિકતા” જ નહિ ઈચ્છવા જોગ લાગે છે. પ્રજામાં પણ પ્રમાણિકતા નથી. જડ દીવાલ પર ઘા કરવાથી તે પણ પ્રતિકાર અવશ્ય કરે છે તે મનુષ્ય પ્રાણી પ્રતિકાર કરવાની ઇચ્છાથી વેગળો હોવાનું બતાવે એ નહિ માનવાજોગ અને અપ્રમાણિકતા પુરવાર કરનારું કથન છે. હિંદ પ્રથમ રાજકર્તાઓ હામે ૧૮૫૭ માં ખુલ્લાં શસ્ત્રોથી પ્રતિકાર કર્યો, પછી દબાઈ ગયા એટલે એથી વધુ નરમ પ્રતિકાર યકેટના રૂપમાં કર્યો, એથીએ દબાયા ત્યહારે અસહકારના રૂપમાં–નરમમાં નરમ રૂપમાં–પ્રતિકાર કર્યો. એમ હિંદી આત્મા દીન પર દીન નરમ ને વધુ નરમ પ્રતિકાર તરફ ઢળવા લાગે અને અંગ્રેજ આત્મા દીન પર દીન સપ્ત અને વધુ સખ્ત પગલાં તરફ ઢળવા લાગ્યો. ગતિ એક જ સીધી લીટીમાં પણ જુદી દિશામાં થતી ગઈ. એથી બન્ને વચ્ચેનું અંતર એટલું વધી ગયું કે હવે હિંદી અંગ્રેજને પકડી પાડે એમ તે રહ્યું જ નથી. હિંદી આત્મા એટલી
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy