SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૧૨૫ હદને નિર્બળ થઈ છે કે, અસરકાર જેવા અને શાન્ત હડતાલ જેવા પ્રતિકાર હામે પણ ખુદ હિંદી આગેવાને જ થયા. તેઓ કહેવા લાગ્યા કે એથી કેટલીક અથડામણું થશે અને કેટલાકે નાહક માર્યા જશે. આ ભણ્યાંગણ્યાં બાળકે હજી એમ જ ગેખી રહ્યાં છે કે ઇતિહાસ તો સફેદોથી જ લખી શકાય, એમાં લોહીનું ટીપું પણ “ખર્ચવું ન પડે. દુનિયાભરના ઇતિહાસ ગોખી ગયા પછી પણ આ રાજદ્વારી બાળકે સ્વર્ગનાં સ્વપ્નમાં અને મુખમલની ગાદી પર જ મહાલ્યાં કરે છે ! એઓ કુદરતનો માર્ગ બદલી નાખવાની ડંફાસ મારે, છે. અને તે છતાં ઈગ્લેંડના ઇતિહાસનું એક ઝળકતું પૃષ્ટ બનાવવા માટે હિંદી લેહી રેડાવવા તેઓ જ તૈયાર થયા હતા. એમની દેશભક્તિની ભાવનાને અને માણસાઈને ખ્યાલ એટલા ઉપરથી જ થઈ શકે છે કે, તેઓ એમ કહેવા માંગે છે, કે હમારી માતા પર કોઈ બલાત્કાર કરતો હોય અને બલાત્કાર વખતે હમને તેણીના હાથપગ પકડી રાખવામાં મદદગાર થવા ફરમાવતો હોય તો હમારે તે મદદ આપ્યા કરવી એટલું જ નહિ પણ મદદ આપવાની ના કહેવી એ હમારે માટે માતદ્રોહ કરવા સમાન છે. આ જાતનું સુફીઆણું જે યુરોપમાં કેાઈ ફૂટે તે એના ઉપર આખી પ્રજા કે જેનામાં મનુષ્યત્વ છે તે થુંકવા જ ઉઠે અને હેના અપવિત્ર પગ એક ક્ષણ પણ ગરવશાલી યુરેપની ભૂમિ પર રહેવા ન દે. માતાની આબરૂ લેવામાં મદદ નહિ આપનાર પુત્રને માત હી કહેનાર કરતાં, અક્રિય પણ ચુપ રહેનારે માણસ કાંઈક ઉચ્ચાત્મા કહેવાય, એના કરતાં પણ મદદ - આપવાનું બંધ કરનાર વધારે ઉચ્ચાત્મા કહેવાય, એના કરતાં પણ માતાની રક્ષા માટે ઉક્ત થનાર વધારે ઉચાત્મા કહેવાય, અને એના કરતાં પણ માતાને છોડાવ્યા બાદ તેણીનું એટલી હદનું અપમાન કરનારને પ્રમાણિક ચેલેન્જ આપી બદલો લેવામાં પોતાના પ્રાણ અપનાર ખરેખર ઉંચાત્મા કહેવાય. હિંદના મોટા દાદા થઇ ફરનારા અને અસહકાર હામે કમર કસનારા પ્રાણીઓને યોગ્ય વિશેષણ શોધી કહાડવું એ માતાને બચાવવાના કામ કરતાં પણ વધુ મુશ્કેલ કામ છે; કારણ કે કોઈ પણ આર્ય દેશના શબ્દ કોષમાં એટલી હદના “વિનીત (!). આત્મા માટે ઘટતું વિશેષણ નજરે પડતું નથી. શાન્ત હડતાલથી— પિલીસની ગમે તેવી આજ્ઞા સ્વીકારીને પળાતી હડતાલથી પણ કેટલાકોનું લોહી પડશે એવો ડર રાખનારે, જે એમનામાં મનુષ્યત્વનો , અંશ હોય તે, શાન્ત હડતાલીઆ પર જીવલેણ શસ્ત્ર ચલાવનાર
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy