SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૧૧૪ હું હમેને ખાત્રીપૂર્વક કહીશ કે આપણાં દુનું મૂળ આ પણું પિતાની ભીરતા, આથપરાયણતા, અહંમન્યતા, ચંચલતા અને મિત્રદ્રોહમાં જ રહેલું છે.” ભૂતકાળમાં ઘણી વખત આપણે આપણા સાથીઓને ત્યજી દીધા છે અને આપણું પ્રતિપક્ષીઓની સાથે મળીને આપણે આપણા સાથીઓની નિંદા કરી છે તથા હેમના પ્રત્યે વિરોધ દર્શાવ્યા છે. આપણું પ્રતિપક્ષીઓ ઘણું દેશીઆર, યુક્તિપ્રમુક્તિવાળો તેમજ બલવાન છે. નિર્દોષ અને બીનઅનુભવી માણસેના મગજમાં પિતાના નેતાઓ પ્રત્યેના અવિશ્વાસ અને સંશયનું ઝેર કેવી રીતે રેડવું તે તેઓ જાણે છે, તેઓ વળી આપણું પિતાનું સંભાળીને બેસવાની પ્રકૃતિને, સ્વાર્થપરાયણતાને અને અહંમન્યતાને લાભ કેવી રીતે લેવો તે પણ જાણે છે, અને મનુષ્યપ્રાણીમાં રહેલી. લાભ અને સુરક્ષિતતા મેળવવાની વૃત્તિ પર કેવી રીતે બાજી રચવી તે પણ તેઓ હમજે છે. ફૂટ અને કુસંપ કરાવવાની કળામાં તેઓ પ્રવિણ છે. ભૂતકાળમાં આપણે હેમના હાથમાં બહુ રમ્યા છીએ. કડવા અનુભવો પછી પણ શું આ પણે ધડે નહિ લઈએ?” - “આપણામાં ઘણું માણસે એવા છે કે જે પહેલાં તે હ. મારે વિશ્વાસ મેળવી લે છે અને અંતે હમને જ દગો દે છે. જે હમને મદદનું વચન આપી ભ્રમમાં નાખે છે, અને જે હમને “વિવેક” અને “સ્વદેશભક્તિ ” ના નામે અરજ કરે છે, હમે હેમનાથી ચેતતા રહેશે અને હેમનાથી દૂર જ રહેજો.” ' “રળી આપણામાં ઘણું માણસે એવા છે કે જેઓ ખરેખર ઉદાત્ત અને દેશભક્ત છે પરંતુ જેઓ એક યા બીજી સંસ્થાની સાથે. પરણી બેઠેલા છે ! યાદ રાખજો કે સંસ્થાઓ કાંઈ “સાધ્ય નથી –તે તે માત્ર “સાધન છે. તેઓ આપણે માટે છે, કાંઈ આપણે. હેમને માટે નથી. જવાબદારી હમજનારા, ઉચ્ચ આદર્શવાળા, આત્મભોગ આપનારા તથા સિદ્ધાન્તો અને મહદ્ કાર્યોને માટે સંકટ. સહન કરવાને તત્પર એવા લોકો સંસ્થાઓ (ન હોય. હાંથી) ઉત્પન્ન કરી શકે છે .. જ્યાં સુધી જીવન અને જુસ્સાથીભરપૂર મનુષ્ય સંસ્થાઓના સંચાલક ન હોય ત્યહાં સુધી સંસ્થાઓ જીવન અને ઉત્સાહ પ્રેરવાનું કામ બજાવી શકે
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy