SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ વિક * * જિનહિતેચ્છુ. જ નહિં .. હમારી સંસ્થાઓને ભલે હમે જાળવે, પણ બીજી તમામ વસ્તુને ભેગે સંસ્થાને જાળવી રાખવાની ચિંતારૂપી સમુદ્રમાં હમારી ઉચ્ચતર વૃત્તિઓને ડૂબાડી દેશે નહિ.” બહારથી આપણે જુસ્સે ગુમાવી દીધું હારથી જ આપણે સવ કાંઈ ગુમાવી બેઠા.” ભલે તમે એકલા હો, પણ મારા જુસ્સાને પ્રબળ અને પ્રશસ્ત છે.” - “મહને કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રાસથી પંજાબ નિશ્રેષ્ઠ અને ભ્રષ્ટ બન્યું છે અને પજાબનું સમગ્ર સાર્વજનિક જીવન નષ્ટ થયું છે. વર્તમાનપત્રો બંધ પડયાં છે, મિત્રતા–સહાનુભૂતિ–એક્તાબંધુતા અદશ્ય થઈ છે, “સબ સબકી સમાલિયો, મેં મેરા ફડ લેતા દૂ!” એવો ઘાટ થઈ રહ્યો છે. ....... તરૂણ પંજાબીઓ ! હું હમને હદયથી પ્રાર્થના કરું છું કે આ ભ્રષ્ટતા, આ છીદ્રાષણ વૃત્તિ, - આ ઉદાસીનતા (apathy) અને આ પિતાનું ફોડી લેવા જેવી સંકુચિત વૃત્તિને શીધ્ર પરિત્યાગ કરે. હદપાર થયેલા અને કારાગ્રહમાં પડેલા હમારા નેતાઓની બાજુએ ખડા રહે, જેઓ મરણ પામ્યાં છે અને મરવાના છે હેમનાં નામો અને મુણોનું સ્મરણ કરે, હેમના પ્રત્યે બને તેટલી સહાનુભૂતિ દર્શાવે અને હેમને બને એટલી હાય કરે, હેમને માન આપે—પૂજા કરેઃ હમારી સહાનુભૂતિ અને કદર હેમને પિતાનાં સંકટ સહવામાં સહાયભૂત થશે અને હેમના આત્માને વિશેષ દૃઢ બનાવશે . ઉઠે, અને ગતિમાન થાઓ. હમારું સાર્વજનિક જીવન નવેસરથી રચે, હમારાં વર્તમાનપત્રે ફરી ચાલુ કરે, હમારાં રાજકીય મંડળને પુનઃ સજીવન કરે, લોકોને ખરું શિક્ષણ આપો અને હેમને દેશકાર્યમાં વિજે .. સર્વ પ્રકારના તફાનને ત્યાગ કરે. વૈષ્ફવિક વિગ્રહને માટે આપણે લાયક નથી અને તેયાર પણ નથી. આપણને વિપ્લવની અપેક્ષા છે, પરંતુ આપણે બલપ્રયોગ કે તોફાનથી વિપ્લવ કરવા માંગતા નથી. આપણને હૃદયપરિવર્તન તથા બુદ્ધિપરિવર્તનની જરૂર છે. તોફાનની નહિ પણ દઢતાની આપણને જરૂર છે, ચંચલતાની નહિ પણ નિશ્ચયથી જરૂર છે. કામચલાઉ ઉપાયે નહિ પણ સિદ્ધાન્તો અને હરકોઈ જોખમે સિદ્ધાન્તને વળગી રહેવાની ' ચુસ્તતા આપણને જોઇએ છે.”
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy