________________
જન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ.
બહારતી સંખ્યા આપણામાં દાખલ કરવાનું ડહાપણુ તા આપણે ધરણે જ મૂકયું છે ! બહારનાઓને દાખલ કરવાની વાત તા દૂર રહી, પણ જૈન ધર્મ પાળનારા લેાકા સાથે પણ પ્રાંતભેદ, જાતિભેદ અને ફીરકાભેદને લીધે આપણે લગ્નવ્યવહાર કરતા નથી ! વધારે શું કહું, એકજ ધર્મ અને એક જ જાતિ છતાં સાથે એસીને જમવામાં પણ આપણે વટલાઈ જઈએ છીએ ! તુમે કહેશે કે આપણે સુધર્યાં, ડાહ્યા થયા; પણુ મ્હને ભય લાગે છે કે સુધરવાને બદલે આપણે બગડતા તેા નથી જતા ? આપણા વિદ્વાન મહાત્મા શ્રી આત્મારામજી મહારાજ આપણુને જણાવે છે કે, આપણા પૂવેજો હિંદુઓએ સ્થાપેલા જ્ઞાતિભેદને મચક આપતા નહિ અને ધર્મના ધેારણ પર જ સમાજ રચતા તથા સખ્યાબળ અને ઐકયઅળ જમાવતા. તેઓ કહે છે કે, શ્રી મહાવીર પ્રભુની પછી ૭૦ વર્ષે આપણા મહાન ગુરૂ શ્રી રત્નપ્રભસૂરિએ સુતાર, ક્ષત્રિ, વણિક અને બ્રાહ્મણુ કામેાનાં ૧૮૦૦૦ ધરાને જૈન બનાવીને તેઓ વચ્ચે રીટી-મેટીવ્યવહાર જોડયા હતા અને એ રીતે જૈનસમાજ રચ્યા તુતે. તેવીજ રીતે શ્રી હરિભદ્રસૂરિએ, લાડાચાયે અને જીનસેન આચાર્યે પણ રજપુત, સુતાર વગેરેના હજારા લાકાતે જૈન બાવી પરસ્પર રેટીએટીવ્યવહાર કરાવ્યા હતા. ખુદ શ્રીમદ્ આત્મારામજી મહારાજ પાતે કહે છે કે “ જૈન શાસ્ત્રમાં તે જે કામ કરવાથી ધર્મમાં દૂષણ લાગે તે વાતની જ મના છે; બાકી તાલકાએ પોતપાતાની રૂઢિઓ માની લીધી છે. આજે પણ કાઇ સર્વે જાતિઓને એક કરે તા કાંઇ હરકત નથી. છ મધ્યકાલિન હિંદુ ધમગુરૂઓએ જ્ઞાતિ-ઉપજ્ઞાતિની મેડીએ જડીને હિંદી સમાજતે જે નિર્માલ્યતાનું ભૂત વળગાડયું હતું તે ભૂતને માપણા વ્યવહારકુશળ અને ઉદારચિત્ આચાયે†એ ધાર્મિક એકતાના સત્રથી દૂર કર્યું હતું, અને તે છતાં આજે આપણે એવા નિર્માલ્ય બન્યા છીએ કે જ્ઞાતિ-પેટાજ્ઞાતિના ભૂતને તાબે થઈ ગયા છીએ.
'
આ ભૂતે આપણી કેવી દશા કરી છે ત્યેનું ભયંકર ચિત્ર હું હુંમારી નર્ આગળ મૂકવાની રજા લઈશ. ઇ. સ. ૧૯૧૧ ની સાલમાં જૈન કામમાં ૬૪૩૫૫૩ પુરૂષા હતા, જેમાંના ૩૧૭૧૧૭ કુંવારા હતા, અને ૬૦૪ ૬૨૬ સ્ત્રીઓ પૈકી ૧, ૮૧, ૭૦૫ કુવારી હતી. આમાંથી બાલક અને વૃદ્—એટલે સંતાન પેદા કરવાને અયેાગ્ય-~~ વ્યક્તિઓની સંખ્યા બાદ કરીએ તે, એટલે ૨૦ અને ૪૫ વર્ષની
૪૪૫