________________
૪૫૦
જૈનહિતેચ્છુ.
વચ્ચે ૨૩૩૦૩૫ પુરૂષોમાં ૫૮ ૮૧૨ કુંવારા અને ૧૫ થી ૪૦ વર્ષની વચ્ચે ૨,૫૩૮૫૪ સ્ત્રીઓમાં પ૨૮ કુંવારી હતી હાટી ઉમરની આટલી બધી કન્યાઓ મારી રહેવાનું એક જ કારણ છે, અને તે એ કે, નહાની નહાની જ્ઞાતિઓને લીધે વર મળી શક્યા નહતા. ૫૫ જેન જ્ઞાતિઓ ૧૦૦ થી પણ ઓછાં ઘર સાથે બેટીવ્યવહાર કરે છે ! આમાં સંખ્યા ઘટતી જાય તો આશ્ચર્ય પામવા જેવું શું છે ? ઉપર આપેલા આંકડા પરથી જ ણાશે કે પરણવા યોગ્ય ઉમરની પદ૨૮ કુમારિકાથી થવી જોઈતી મનુષ્યવૃદ્ધિ આપણે ગુમાવીએ છીએ, એટલું જ નહિ પણ બીજી રીતે પણ નુકસાન ચાલુ રહે છે, હાની નાતોને લીધે કજોડાં અને કન્યાવિકય વગેરે થવા પામે છે અને પરિણામે વિધવા પ્રમાણ વધી પડયું છે, એટલે સુધી કે ઈ. સ. ૧૯૧૧ માં ૬ લાખ સ્ત્રીઓમાં ૧૫ લાખ વિધવાઓ હતી, મતલબ કે ૨૫ ટકા જેટલું વિધવાનું પ્રમાણ હતું, જે દેશની તમામ કામોના વિધવા પ્રમાણ કરતાં ઘણું જ. વધારે છે. આટલી બધી વિધવાઓના શાપ સામે કઈ કેમ તરી શકવાની હતી ખેદની વાત તો એ છે કે ૨૦ થી ૪૦ વર્ષની વયની ૨ લાખ સ્ત્રીઓમાં લગભગ અડધો લાખ સ્ત્રીઓ વિધવા હતી, કે જે વૃદ્ધવિવાહ અને સંકુચિત પેટાશ તિઓનું જ પરિણામ છે. આ અકડા ઉપર આપણે એમ ને એમ પદો નાખી શકીએ તેમ નથી. આ પ્રશ્ન પર આપણે સમાજે શાન્તિથી વિચાર કરવાની હજી સુધી તક લીવી નથી એ આપણું કમનશીબ છે. બધી કામ કરતાં વધારે ભયંકર સ્થિતિમાં આપણે કેમ પસાર થતી હોવાથી આપણે આ વિનાશ અટકાવવા માટે બધા કરતાં વધારે દુરંદેશીથી અને વધારે હિમતથી કામ લેવાની જરૂર છે. રસ્તો સહેલો છે, પણ રૂઢિ કે જે ધર્મનું ખોખું પહેરીને સમાજને ડરાવે છે તેના પંઝામાંથી છૂટવું મુશ્કેલ છે. લગ્નની વિવિધ પ્રણલિકાઓ, સહભજન ઇત્યાદિ બાબતો માત્ર સામાજિક વિષય છે, નહિ કે ધાર્મિક, માટે એમાં ધર્મપનો “હાઉ” મનાવનારાએ સાથે શાંત રીતે દલીલ કરીને સમાજને વિનાશથી બચવાના રસ્તા ખુલ્લા કરી આપવા જોઈએ છે. સ્વામીવત્સલ ભોજનને અર્થ આજે ભૂલાઈ ગયો જણાય છે. જૈન ધર્મ પાળતા વણક, પાટીદાર ભાવસાર વગેરે તમામ ભેગા બેસી જમે એ રીવાજ આજે કેટલાક પિતાને સુધરેલા નહિ કહેવડાવતાં ગામોમાં આબાદ ચા આવે