________________
જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ. ૪પ૧ છે; પણ સુધરેલા કહેવાતાઓએ “સ્વામીવાત્સલ્યની જ ગાએ “આભડછેટની પધરામણી કરી છે ! આ છે આપણું સુધારાનું ચિન્હ ! શું આપણે કલ્પિત ભેદો તથા શાસ્ત્રવિરૂદ્ધ વહેમો અને બેડીઓને છેડી આપણા સમાજના પ્રતિદિન થતા વિનાશને રોકવાની તાકીદ કરવી જોઇતી નથી ? સ્વામી ભાઈઓ, આ સવાલો પર ઉડે વિચાર કરવા, નિડરપણે જાહેરમાં ઉહાપિોહ કરવા અને વ્યવહારૂ રસ્તા જવા હું હમને આ ગ્રહપૂર્વક અરજ કરૂં છું.
ઐકયને વ્યવહારૂ માર્ગ. આત્મબંધુઓ ! આજની રાજકીય સ્થિતિ વચ્ચે આપણે ઐય વગર જીવી શકવાના નથી એ તે નિર્વિવાદ છે
ટી-બેટી વ્યવહારની આડખીલે ધીમે ધીમે નહિ પણ ત્વરાથી દૂર કરવાની કોશીશ કર્યા વગર અને નિરૂત્પાદક સી-પુરૂષની ભયંકર સંખ્યામાં ઘટાડો કરવાની યોજના વગર જૈન સમાજને ટકાવવાનું કામ મુશ્કેલ જ નહિ પણ મને તે અશકય લાગે છે. અને જૂદા જૂદા જૈન ગાની માન્યતા તરફ મત સહિષ્ણુતા વગર પણ આપણે આપણું જીવન ટકાવી શકવાના નથી. માન્યતાઓ અને ક્રિયાભેદને આગળ કરી આપણું વચ્ચે વેરઝેર ઉત્પન કરનારાઓને–પછી તે ગૃહસ્થ હે વા ત્યાગી હો-આપણે મજબુત હાથથી દાબી દેવા જોઈએ છે. જૈન સમાજના એકીકરણમાં આડખીલરૂપ થઈ પડનાર સિવાય બીજા તમામ તરફ આપણે મતસહિષ્ણુતા બતાવવી જોઈએ છે; પણ આપણી હયાતીના મૂળમાં-અને તે પણ ધર્મના જ નામે-કુઠાર મારનાર કલહપ્રેમીઓને આપણે ઉત્તેજન આપવું જોઈતું નથી, કે ઉત્તેજન મળવા દેવું જોઇતું નથી. આ કામ માટે એક ઉદાર વિચાર ધરાવતું સાપ્તા- - હિક કે દૈનિક પત્ર ગુજરાતી તેમજ હિંદી ભાષામાં અને નામમાત્રની કિંમતથી પ્રગટ થાય અને લોકમત કેળવે એમ હું અંતઃ કરણથી ઇચ્છું છું. વળી દરેક જૈન સભાઓ, એસોસીએશને અને મંડળનાં દ્વાર જૂદા જૂદા પ્રાંત અને ગચ્છના જૈનો માટે ખુ. ઘાં થવાં જોઈએ છે. મંદીરે અને ખાતાઓની તપાસણી માટે કંફરન્સ ઑફિસ તરફથી ઈન્સ્પેકટરો નીમાયા છે તે કામ બહુ દુરદેશીભર્યું થયું છે, પણ તે ઈન્સ્પેક્ટરેએ એક પણુ ખાતાને તપાસવાનું છેડી દેવું જોઈતુ નથી અને એક પણ સાર્વજનિક