SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ જૈનહિતેચ્છુ. વિષય ઉપર આવીશ. ઉન્નતિ–ઉન્નતિની બૂમા વર્ષા થયું આપણે પાડતા આવ્યા છીએ, પરન્તુ એવી ખૂમાને પરિણામે આપણી સંખ્યા વધવાને બદલે ઘટવા પામી છે તે તરફ આપણે એહેરા કાન કરતા આવ્યા છીએ. ઇ. સ. ૧૮૯૧ માં હિં'ના કુલ જૈનેાની સખ્યા - ૧૪, ૧૬, ૬૩૮ હતી, ૧૯૦૧ માં ( આપણી કાન્ફ્રરન્સના જન્મની લગભગમાં ) તે સંખ્યા ઘટીને ૧૩, ૩૪, ૧૪૦ સુધી આવી હતી, અને ત્રણે જૈત શીરકાની કાન્ફરન્સાના પુર તંદુરસ્ત જમાનામાં તે સખ્યા વધવા તે શું પણ કાયમ રહેવાને બદલે ૧૯૧૧ માં ૧૨,૪૮,૧૮૨ જેટલી સખ્યાપર આવી ગઈ હતી; મતલબ કે જે ૧૦ વર્ષના જમાનાને આપણે ઉદ્ભયના જમાના માનીએ છીએ તે જમાનામાં તે લગભગ લાખ માણસ આપણામાંથી આછાં થયાં છે, એટલુંજ નહિ પણ પહેલાં કરતાં ઘટાડાનું પ્રમાણુ પણ વધતું. ગયું છે. આધ્ધા, ક્રિશ્ચિયના, શિકખા, મુસલમાને અને પારસીએમાં સંખ્યા વધતી ગઇ છે અને વિશાળ હિંદુ કામમાં ૩/૧૦ ટકા જેટલા ઘટાડા થતા ગયા છે, જ્હારે આપણામાં ૬ ટકા જેટલા ઘટાડા થતા ગયા છે. આથી સમજશે કે આપણે ઘણા જ ભયંકર અને ખાસ સંજોગે! વચ્ચે પસાર થઇએ છીએ, અને પા રસી, શિખ કે હિંદુ કામ પણ જાગવામાં અને સુધારા કરવામાં પ્રમાદ કરશે તે હેમને એટલા ભય નથી કે જેટલે આપણતે છે. માટે આપણે આ વધતા જતા વિનાશનું મૂળકારણ નિષ્પક્ષપાત અને નિડર રીતે શેાધવું જોઇએ છે. હવાપાણી, શરીર ધારણ વગેરે બાબતમાં આપણે બીજી દ્વિ`દી પ્રજા જેટલીજ સગવડ-અગવડ ધરાવીએ છીએ, ગરીબાઇ કાંઇ, બીજી કામા કરતાં આપણામાં ૬ધારે નથી, તેા પછી બીજી હિંી કામા કરતાં આપણા ઘટાડાનું પ્રમાણ આટલું મ્હાટુ આવવાનુ કારણ શું ?હું ધારું છું કે આ પણા આજના સમાજવ્યવહારમાં જ એ રાગનાં મૂળ છે. રોટી-એટીવ્યવહારમાં આપણે ઘણા સંકુચિત દૃષ્ટિવાળા બની ગયા છીએ અને હેને પરિણામે અયેાગ્ય લગ્ગા અને વિધવા તથા વિધૂર વધી પડયા છે. મરણુસંખ્યામાં તેથી વધારા થતા જાય છે અને યુવાન છતાં જેમને અવિવાહિત જીંદગી ક્રન્યાત રીતે ગાળવી પડે છે તે ઉત્પાદક થઈ શકતા નથી. આ પ્રમાણે મરણના પ્રમાણમાં આર્જની રૂઢિએ વધારા કર્યાં અને જન્મના સાઁભન્ન ઘટાડયા, અને
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy