________________
३४१
જૈનહિતેચ્છુ.
સ્ત્રીઓ, જામેલા ડાકટરો અને મોટા પગારના અમલદારો અકેક બબે જૈન વિદ્યાથીને ને નભાવી શકે ? અને એમ થાય તો શું દરવર્ષે હજાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનું મુશ્કેલ છે ? આ સ્થળે મહને “જૈન વિદ્યત્તેજક ફંડ” ના જન્મદાતા મુનિશ્રિની ઉ. દારચિત્તતા યાદ આવે છે અને તે સાથે જ ખટપટ અને બેદરકારીએ તે ઉપકારી ખાતાને બાલ્યાવસ્થામાં જ સુવાડી દીધાનું દુઃખભર્યું સ્મરણ થઈ આવે છે. સુભાગ્યે બીજો એક એવો જ પ્રયાસ હેટા પાયા ઉપર હાલમાં શરૂ થયો છે તે આશાજનક ચિહ છે. ન્હાના કાળીએ વધારે જમવાની પદ્ધતિથી ચાલતાં એવાં ખાતાઓને જે દરેક સશકત જન બધુ કૅલરશીપ આપે તો દરેક પ્રાંતના અને દરેક ફીરકાના જૈન વિદ્યાર્થિઓને આગળ વધવાનું ઘણું જ સુગમ થઈ પડે.
વિદ્યાપ્રચાર માટે બીજા સરળ રસ્તા,
શ્રીમતિ તરફની મદદ ઉપરાંત વિદ્યાપ્રચાર માટે લોકગણની નજીવી પરંતુ સહાનુભૂતિસૂચક મદદ મેળવવાની તજવીજ કરવી જરૂરી છે, અને તે માટે કન્ફરસે “સુકૃત ભંડાર ફંડ” ને નામે માથા દીઠ ચાર આના ઉઘરાવી તેને અડધો ભાગ કેળવણીના પ્રચારમાં ખર્ચવાનું રાખ્યું છે તે બહુ દુર દેશીભર્યું પગલું છે. ખરૂ છે કે અત્યાર સુધી આપણે તે રસ્તે અતિ નિર્માલ્ય રકમ જ મેળવી શકયા છીએ; પરંતુ એક તરફથી ઘેડાએક મુનિરત્નો આ બાબતમાં સ્થળે સ્થળે ઉપદેશ કરવાની કૃપા કરે, અને બીજી તરફથી થડાએક દરેક ગામ અને શહેરના ઉત્સાહી યુવાનો પોતપોતાના ગામમાંથી “સુકૃતભંડાર ફંડ ઉઘરાવી લેવાની વર્ષમાં એકજ મહીને કશીશ કરે, તો દરવર્ષે હજારો રૂપિઆ આ ખાતે મળી શકે તેમ છે. સાધુ વર્ગ અને યુવાન વર્ગમાં માત્ર ઉત્સાહ પ્રેરવાની જ જરૂર છે અને તે માટે નિયમિત પત્રવ્યવહાર અને મુસાફરીદ્વારા શુભ વાતાવરણ ફેલાવી શકે તેવા કાર્ય દક્ષ એંસીસ્ટંટ સેક્રેટરીની અનિવાર્ય જરૂર રહે છે. “સુકૃત ભંડાર ફંડ” સિવાય વિદ્યા પ્રચારના પવિત્ર મિશનની સફળતા માટે બીજા પણ વ્યવહારૂ રસ્તા હયાતી ધરાવે છે. શારદાપૂજન, મહાવીરજયંતિ તથા સંવત્સરી–આ ત્રણ તહેવારો એવા છે કે જે પ્રસંગે ગરીબમાં ગરીબ જૈન પણ કાંઈક દાન કરવા સ્વાભાવિક