________________
૩૪૪
જૈનહિતેચ્છુ.
2.
એ રાજમાર્ગ છે. પરંતુ એ પાછળ આપણે સાચા દીલથી કદી લાગ્યા જ નથી. આ વીસમી સદીમાં જહારે યુરોપ-અમેરીકા વી. માનની ઝડપથી આગળ વધે છે અને આપણી હિંદી કામો પૈકીની કેટલીક બેડાગાડીની ઝડપથી આગળ વધે છે, ત્યારે આપણે હજી ખટારામાં જ પંડયા રહ્યા છીએ અને તે ખટારો પણ આગળ વધે છે કે પાછળ કુચ કરે છે હેનું આપણને ભાન નથી. આ પણ ૧૦૦૦ ભાઈઓ પૈકી ૪૯૫ માત્ર લખી વાંચી જાણે છે, અને અંગ્રેજી શિક્ષણ તે ૧૦૦૦ માં ૨૦ ને જ મળે છે, હારે બ્રમહેસમાછ વર્ગમાં દર ૧૦૦૦ પુરૂષમાં ૭૩૯ લખી વાંચી જાણે છે અને ૫૮૨ અંગ્રેજી જાણે છે. આપણે આ નામોશીભરી અજ્ઞાન દશા તરફ આપણું લક્ષ સૈથી પહેલું જવું જોઈએ છે, પ્રાથમિક શાળાઓ કે કુલે અને કોલેજે આપણે બીજી કેમોથી જુદા પડીને સ્થાપવી એ મને જરૂરનું લાગતું નથી. હિંદી પ્રજા સાથે મળીને સાર્વજનિક પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કુલ સ્થળે સ્થળે સ્થાપવામાં આપણે મદદગાર થવું જોઈએ છે અને તે ઉપરાંત આપણું પોતીકું લાખ્ખ રૂપિયાનું ફંડ કરીને જન વિ. લાથીઓને ર્કોલરશીપ આપી અભ્યાસ વધારવાની સગવડ કરી આપવી જોઈએ છે. તમામ મહેણાં મહટાં શહેરોમાં જૈનના ત્રણે ફીરકાના વિદ્યાર્થીઓને સાથે રહીને અભ્યાસ કરવાની સવડ મળે એવાં વિદ્યાર્થીગૃહે અથવા બેડીંગ હાઉસે સ્થાપવાં જોઈએ છે, હાલ ચાલતાં સઘળાં બેડીંગ હાઉસ સઘળા ફીરકા માટે ખુલ્લાં મુકાવાં જોઇએ છે, તેમજ સઘળાં બોર્ડીંગ હાઉસની સુંદર વ્યવસ્થા માટે એક સુશિક્ષિત અનુભવી ઈન્સ્પેકટર નીમા જોઈએ છે. આ બધી
જના મહેટા પાયા ઉપર અને લાખના ખર્ચે થવી જરૂરી છે. આજે વ્યાપારમાં પણ અંગ્રેજી જ્ઞાનની પહેલી જરૂર પડે છે, મુસાફરીમાં એ ભાષાનું જ્ઞાન જરૂરનું થઈ પડયું છે, વકીલાત-વૈદુંનોકરી અને રાજકીય પ્રવૃત્તિમાં એના સિવાય ચલાવી શકાતું જ નથી. વળી યુધે ઉત્પન્ન કરેલી પરિસ્થિતિઓથી હિંદ આખી દુનિયા સાથે વધારે સંબંધમાં સ્પર્ધામાં આવ્યું છે અને આવશે. આ સંજોગોમાં માતૃભાષાના જ્ઞાન સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન લગભગ દરેક માણસે મેળવવું જરૂરનું છે અને તેવી જાતના ભાષાજ્ઞાન ઉપરાંત ધંધાનું જ્ઞાન મેળવવું એ વળી બીજો પ્રશ્ન છે.