________________
જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઈલાજ. ૩૪૧ વધત, અનંત શક્તિ પ્રાપ્ત કરવાની શકયતાવાળો જ્ઞાનમય આત્મા છું ” એવી શ્રદ્ધા તરફ હું હમારું લક્ષ ખેંચું છું, માન્યતા ની નહિ, પણ જીવતી શ્રદ્ધાની તરફ હું હમારું ધ્યાન ખેંચું છું. આપણું શરીર, ઘરસંસાર, વ્યાપાર, રાજકીય પ્રવૃત્તિ, સંધ, ગુરૂ આદિ દરેક બાબત પર વિચારવા કે કામ કરવાને પ્રસંગ આવતાં આ શ્રદ્ધા આપણું હૃદયમાં જીવતી જાગતી હોવી જોઈએ. જે ઘરસંસારથી, જે વ્યાપારથી, જે મેળાવડાથી, જે સુધારાથી, જે ગુરૂથી, જે ક્રિયાકાંડથી, જે રાજકીય હીલચાલથી આપણે આપણું અને આપણી આસપાસના આત્માને જરા પણ વિકસાવી ન શકીએ તે ઘરસંસાર, તે વ્યાપાર, તે મેળાવડો, તે સુધારો, તે ગુરૂ. તે ક્રિયાકાંડ અને તે રાજકીય હીલચાલ નકામી છે, નહિ ઈચ્છવા જોગ છે, જડવાદ છે–પછી ભલે હેને બાહ્ય દેખાવ ગમે તેટલો મેહક હોય અને દેખીતે લાભ ગમે તેટલો મોટો હોય. “જીવતી શ્રદ્ધા ના આ એક જ પાયા ઉપર આપણી સઘળી વ્યક્તિગત તેમજ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ છે. જો એ ભાવના આપણું હૃદયમાં વાસ કરે અને જાગતી જ્યોત ફેલાવે તે આપણું વેપારીએ સોના રૂપાના ઢગલા એકઠા કરી ખુશી થવા માટે નહિ પણ પિતાના અને સમાજના આત્માને વિકસાવવાનાં સાધન મેળવવા માટે જ વ્યાપાર કરશે; આપણું ભણેલા હોદ્દા અને માન ચાંદ મેળવવા કે ભાષણોના ભભકા કરવા ખાતર નહિ પણ વિદ્યાથી આત્મપ્રકાશ વધારી તે વધેલી શક્તિ વડે વધારે આબાદ રીતે સમાજને સહીસલામત રસ્તે દોરવા ખાતર જ વિદ્યાભ્યાસ કરશે; અને આપણું સાધુ મુનિરાજે એક ગચ્છ કરતાં બીજો ગ૭ કે એક સાધુ કરતાં બીજા સાધુ હડીઆતા છે એ દેખાવ કરવા માટે નહિ પણ આત્માની અનંત શક્તિઓનું એકીકરણ કરવાને ત્યાગી આશ્રમ મદદગાર છે એમ જાણી. એકીકરણ કરાયેલી શક્તિઓ વડે સમાજને ઉચે લઈ જવા ખાતર જ સાધુ બનશે. જે આ જાતને જુસ્સો--આ જાતની જીવતી શ્રદ્ધા–ની હમને કિમત હમજાય તો કોન્ફરન્સ કરી અને તે દ્વારા જૈન સમાજની ઉન્નતિને મુદલ વિલંબ લાગે નહિ; કારણ કે તે શ્રદ્ધાને પરિણામે સમાજમાં વાનપ્રસ્થાશ્રમને પુનરૂદ્ધાર થશે અને અમુક ઉમર પછી આમદાનીને લોભ ન કરતાં રીટાયર થયેલા ફતેહમંદ વેપારીઓ, ડાકટરો, વકીલે અને પેન્શન લઈ