________________
જૈન સમાજની પ્રગતિના વ્યવહારૂ ઇલાજ
૩૩૮
કાંઈ તાકાદ મળી શકી નથી. જે વખતે પારસી કોમ અને લુહાણ કામ દર વર્ષે હજારો નહિ પણ લાખ રૂપિયાનાં ફંડ વિદ્યાપ્રચાર માટે કરી શકી છે, તે વખતે-લડાઈના અને અસાધારણ આવકના ખાસ તબક્કામાં પણ કામ કરતાં સંખ્યા અને સાધનમાં હડિઆતી એવી આપણું કામની કોન્ફરન્સ વિદ્યાવૃદ્ધિ જેવા સર્વોપરી આવશ્યક્તા ધરાવતા કામ માટે કાંઈ પણ સંગીન કરી શકી નથી એ શું આપણે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ સૂચવી શકે છે? મહારા માનવંતા બંધુ શ્રીયુત ગુલાબચંદજી ઠઢાએ ગઈ સાલમાં વાંચેલે કે.ન્ફરન્સને રિપોર્ટ બોલે છે કે “ કેળવણી પાછળ ૧૮૬૦ થી ૧૯૭૧ સુધીમાં–૧૧ વર્ષના અરસામાં–રૂ. ૩૦ હજાર ખર્ચવામાં આવ્યા છે. ” આપણી આ સ્થિતિ આપણને સાફ કહી આપે
છે કે, આપણે રોગી યા ભયાનક સ્થિતિ વચ્ચે પસાર થઈએ છીએ.
પરન્તુ, આખી દુનિયામાં યુધેિ નવા જુસ્સો ઉત્પન્ન કર્યો છે, બહુરંગી હિંદી પ્રજાએ લાંબા વખતની આલસ્ય, કુસંપ અને બેદરકારીની બેડીઓ તોડી સ્વરાજ્યની જબર લડત ચલાવવા માંડી છે, કલકત્તા શહેર આજે પ્રવૃત્તિ અને શક્તિની આગ વરસાવી રહ્યું છે. આ ઉત્સાહનો શુભ ચેપ જૈન ભાઈઓને પણ લાગે એ અસંભવિત નથી. કલકત્તાના આપણા જૈન ભાઈઓએ કૅન્ફરન્સની મંદ દશા અને સમસ્ત દેશની ઉગ્ર પ્રવૃત્તિનો ખ્યાલ તથા મુકાબલો કરી ર્કોન્ફરન્સને અહીં જ આમંત્રણ આપ્યું એ બહુ ડહાપણભર્યું પગલું છે, અને મને વિશ્વાસ છે કે હિંદસ્વરાજ્યનાં અમૂલ્ય રત્ન તુય પ્રજાકીય આગેવાનોએ પોતાના પ્રખર વિચારતાં જે આંદલને આ ભૂમિ પર અત્યારે ફેલાવ્યાં છે હેની અસર હમે સર્વ બંધુઓ જરૂર ઝીલશે અને જે હિંદી પ્રજાના પુનરૂત્થાન માટે તે મહાપુ રૂષો તનતોડ શ્રમ સેવી રહ્યા છે તે હિંદી પ્રજાના એક ઉપયોગી અંગના–એટલે કે જૈન સમાજના-પુનરૂત્થાન માટે હમે બંધુઓ જરૂર એક્સબલ, ધનબલ અને વિદ્યાબલ એકઠું કરશે. હિંદના ઉદ્ધારનાં દિલને આ ભૂમિ પરથી સર્વત્ર ફેલાય છે એ કાંઈ નવાઈની વાત નથી; આ તે જ ભૂમિ છે કે જ્યાં ભૂતકાલમાં પણ ઘણુંખરા તીર્થકરો અને તત્વજ્ઞાનીઓ પાક્યા હતા, જેમણે પિતાનાં તેજસ્વી કારણે આખા હિંદ પર જ નહિ પણ