________________
• હારી ઉપવાસની કહાણી.
૪૩૧ પણ મળે છે, અમુક ચીજ ગમે તેટલી પ્રિય હોય કે લાભકારક હોય તે છતાં તેના વગર અમુક મુદત સુધી ચલાવી લેવાનો નિ. યમ કરવાથી પણ ઇચ્છાશક્તિને પિષણ મળે છે, વાહવાહ ખાતર નહિ પણ પિતાની ઈચ્છાથી થતા દાનમાં મીલકત ઉડાવવાથી પણ ઇચ્છા શક્તિ ખીલે છે, મહેરબાની માગવા આવનાર મણિસની સ્થિતિ ગમે તેટલી દયાજનક હેય પણ ઉંડે વિચાર કરતાં તે - દદને પાત્ર ન હોય તો તે વખતે હેના કાલાવાલા હામે બહેરા કાન કરવામાં પણ ઈચ્છાશક્તિની ખીલવટને લાભ છે. તેવી જ રીતે નુકશાન કે અપમાન પહોંચાડે તેવું કાર્ય મિત્ર કે શત્રુ તરફથી બન્યું હોય તેવે વખતે વૈરની ધૂનને દબાવી દઈ નુકશાનના “ ભાન ” ને પવનમાં ફેંકી દેવાની ટેવથી પણ ઇચ્છાશક્તિ ખીલે છે; અને પ્રિયજનના પણ નીચ કાર્ય વખતે ‘દયા’ની સ્વાભાવિક લાગણીને કૂદી જઈ દંડ આપવામાં પણ એવો જ લાભ છે.
સઘળા દયાળુ-રખેને કોઈને જરા પણ કષ્ટ કે શ્રમ પડી જય એવા ડરથી બંધાયેલા–કાનુન, સમાજરચના, રાજ્યરચના અને ધર્મશાસ્ત્રો મનુષ્યની ઇચ્છાશક્તિને પાયમાલ કરે છે. સમાજરચના અને શાસ્ત્રરચનામાં જેમ સખ્તાઈ વધારે, તેમ ઇચ્છાશક્તિ વધારે ખીલતી જેવાઈ છે અને સુખની લાગણી ઉભરાઈ જતી જોવામાં આવી છે. નાજુકતા એ જ પાપ, સખ્તાઈ એ જ પુણ્ય (એક દષ્ટિએ.)
કુદરતની સખ્તાઈ, કુદરતના કોપ(="દુ:ખ) દુનિયામાંથી કોઈ દિવસ અદશ્ય થયા નથી અને થશે નહિ. જેને દુનિયામાં રહેવું છે અને જીવવું છે હેને-ગમે તેવી સાવચેતીઓ અને શેને લાભ લેવા છતાં–કાઈ નહિ ને કઈ વખત કુદરતની સખ્તાઈ અનુભવવાની છે ને છે જ, અને એમ છે હારે હેનાથી સખ્તાઈ ખમવા જેટલી ઇચ્છાશક્તિ મેળવ્યા વિના કેમ ચલાવી શકાય ?
વધસ્થંભ ઉપર હડાવવામાં આવવા છતાં કાઇટની ઈચ્છાશક્તિ અડેલ રહી અને એને મતનું “ભાન થવા પામ્યું નહિ. ગજસુકુમારના માથા ઉપર અંગારા મૂકવા છતાં એની ઈચ્છાશક્તિ બળી નહિ અને એને શરીરના દહનનું ભાન થવા પામ્યું નહિ પરંતુ આજે લેકે એ બને પુરૂષોની અંદરની શકિતને યાદ ક