________________
૪૨૮
જૈનહિતેચ્છુ.
એ મગજમાં એવી અનેક દુનિયાઓ સજાવા લાગી અને લય પામવા લાગી ! શપનહેરનું “The World as Thought and. Will ” આખું મહારા અસ્તિત્વમાં ઓત પ્રેત થતું લાગ્યું. અરે આ જ દુનિયા ! આ જ દુનિયાના કહેવાતા બનાવો ! અને એને માટે કે એના વડે ખેદ, ડર અને દુઃખ? કેટલું મિથ્યાત્વ ! કેવી નિર્બળતા !
શહેરો અને શહેરી જીંદગીને વિદ્વાનો-ખાસ કરીને ફીલસૂફ અને સાધુઓ-એ ધિકારી છે; એ ધિક્કાર શહેરનાં મકાને કે માણસ ઉપર નથી, પરંતુ શહેરોની અતિ જંજાળ ઉપર છે. જા
ગ્યા ત્યારથી મોડી રાત્રે પથારીમાં જતાં સુધી અનેક હાની હેટી. પ્રવૃત્તિઓ, મુલાકાતે, યોજનાઓ, વિચારમાં લાગ્યા જ રહેવું અને શક્તિના પાતાળકુવા રૂપ “હ” હેના તરફ એક પણ નજર ફેંકવાનું સ્મરણ ન થવા દેવું, એના જેવો “ખોટનો ધ” બીજે કર્યો છે શકે ? શકિતમાત્ર “હુ માંથી --આત્માના કૂવામાં મગજની ડેલ ના. ખવાથી–આવે છે. આત્મચિન્હનને જહાં અવકાશ નથી ત્યહાં. શંલી કમાંની શકિત જલદી ખર્ચાઈ જાય છે અને નબળાઈ જ–દેવા જ માત્ર-શીલીકમાં રહે છે. “હું” ના કુવામાં મગજની ડોલ નાખવાથી નબળામાં નબળો માણસ પણ વધુ નહિ તે એક દિવસ ચાલે એ. ટલું પણ “જળ”—એટલી પણ શકિત--તે અવશ્ય મેળવી શકે છે. એટલા જ માટે પૂજન, સામાયિક આદિ એક દિવસ ચાલે એટલુ જળ આપનારાં સાધન યોજવામાં આવ્યાં છે, અને પિષધ આદિ લકાળ ચાલે એટલું જળ આપનાર સાધન ઉભા કરવામાં 24:441 3. [ All this is creation-all this is 'art'but a very very usefnl - art'that tends to give life, strengthen life, make one feel and enjoy Life.] પૂજન દ્વારા–જે પૂજનના હેતુની હમજપૂર્વક તે થતું હોય તેદુ:ખરૂપ દેખાતી દુનિયાને હશી શકનારા, દુનિયાને ફેરવી શકનારા, તરછોડી શકનારા, રમાડી શકનારા “ ખેલાડીઓ (artists) ની શકિતની ભાવનામાં ડૂબવાનો પ્રસંગ મળે છે, અને તેથી “શક્તિને પ્રવાહ મળે છે. સામાયિક દ્વારા શરીર અને મન બંનેને ગોપવી “હું” ના કૂવામાં પડવાનું અને શક્તિ મેળવવાનું બની શકે છે. પિષધદ્વારા એવીશ કલાક સુધી એ કુવાના જળમાં જ જળક્રિડા કર્યા કરવાનું અને લાંબા કાળ ચાલી શકે એટલી શક્તિ મેળવવાનું બને છે.
પૂર્વના જે જૈન-શ્રાવકા–ની તારીફ સૂત્રોમાં કરવામાં આવી