________________
જૈનહિતે..
પ્રથમ કાબુમાં રહેતાં શિખો, પછી કાબુ કરવાને લાયક થશે. કોઈ એક માણસની આજ્ઞામાં રહેવાની ટેવ પાડવાથી હમને પિતાની વિવિધ સુધાઓને અવાજ દાબવાની શક્તિ પ્રાપ્ત થશે અને તે શક્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ હમે બીજાઓ ઉપર કાબુ મેળવવાને લાયક બનતા જશે. આરોગ્ય અને આધ્યાત્મિક યોગ્યતા મેળવવાને રસ્તે સહેલો છે, પણ જન્મથી વારસામાં મળેલી અને સેબતથી કે પુનરાવર્તનથી કસેલી સંખ્યાબંધ કરે તે સહેલે રસ્તે પણ મક્કમપણે જવા દેતી નથી. કેઈ કોઈ વખત. હમે તે ટેવોને ત્યાગ કરવા ઘણેએ નિશ્ચય કર્યો છે પણ એ નિ. શ્રય થોડી મીનીટે, થોડા કલાકે કે થોડા દિવસમાં દબાઈ જાય છે.. એવે વખતે એક જ માર્ગ હમારે માટે ખુલે છે અને તે એ છે કે, મારી સ્વેચ્છાથી હમારી સ્વતંત્રતા હમને જેનામાં વિશ્વાસ, હોય તેવા હરકોઈ મનુષ્યને વેચો,-હેને સત્તા આપે છે તે હમારી. પાસે અમુક નિયમનું પાલન જબરદસ્તીથી કરાવે.
અડસટ્ટો કહાડવામાં આવ્યો છે કે, માણસ જાતને અડ? ભાગ ૧૦ વર્ષની વયે પહોંચવા પહેલાં મરી જાય છે, અને જે અડધો ભાગ જીવે છે તેમાંના કેટલામાં કાંઈ “માલ” હેાય છે તે આપણે નજરે જોઈએ છીએ ! ઘેરઘેર અને લગભગ નિરંતર કઈ નહિ ને કાંઈ દરદ જોવામાં આવે છે; માણસ જાતના શરીર, પર જીવતા અમાનુષી તબીબોની સંખ્યા ઉભરાઈ ગઈ છે; પ્રત્યક્ષ દરદથી નહિ પ્રસાયલા જણાતા મનુષ્યો પૈકીના પણ મહેટા ભાગના ગાલ બેઠેલા, આંખો ફીકી કે ઉંડી ગયેલી અને શરીર પુરતી કે ચેતન વગરનું નજરે પડે છે;–અને છતાં વીસમી સદીનો માણસ ગર્વ કરે છે કે જમાને બહુ આગળ વધ્યો છે ! « હાં દરદ કે મુડદાલપણું છે ત્યહાં હાં શરીરશાસ્ત્રનું અને કુદરતના કાનુનનું, અજ્ઞાન અવશ્ય છે અને તે ન હોય તો તે જ્ઞાનને અમલ કરવાની ઇચ્છાશક્તિની ખોટ તો અવશ્ય હેવી જોઈએ. ( જ્ઞાન એટલા જ માટે ઇચ્છવા જોગ છે કે તે ઈચ્છાશક્તિને સહાયભૂત થઈ પડે. ) અજ્ઞાન તેમજ ઇચ્છાશક્તિની બોટ એ બને, વીસમી સદીને હીણપ લગાડનાર તો છે.