________________
आरोग्य बोध.
Ú. પીબલ્સ M. D., M. A, Ph. D. ૪૫ વર્ષની ઉમરે એક પુસ્તક લખતાં કહે છે કેઃ “ઘણું માણસે મને પૂછે છે કે આટલું લાંબું અને તનદુરસ્ત જીવન હમે કેવી રીતે પામ્યા ?” હું એમને ટુંકે જવાબ આપું છું કે-“ હા, કાફી, મધ અને કોઈ પણ જાતનાં “ સ્ટીમ્યુલન્ટ” (ક્ષણિક જુસ્સો આપનારાં પીણું ) તેમજ તમાકુ અને માંસથી હું દૂર રહું છું; દીર્ઘશ્વાસ, ; હમેશ સ્નાન, શરીર અને મગજની પુષ્કળ પ્રવૃત્તિ, નિરંતર આનંદી, રહેવાની કાળજી, જીંદગીનું અમુક લક્ષ્યબિંદુ કલ્પીને તેને અહેનિશ નજર રહામે રાખવાની સંભાળ તથા ઇચછાશક્તિની કસરત આ ચીજોને હું કદાપિ ત્યાગ કરતું નથી. ” આ દરેકની અગત્ય અને કિમત ઉપર વાંચનારે શાન્તિથી વિચાર કરવો ઘટે છે.
આનંદી રહેવાની “ટેવ ” પાડી પડાય છે. બનાવટી હસતું માં રાખવાની કાળજી રાખશો તે ધીમે ધીમે એવી “પ્રકૃતિ ” બની જશે. Overcome Nature by “Art.”
એસીઆ અને અમેરીકાના લેકેએ ઉત્તર દિશા તરફ મસ્તક રાખીને સૂવું જોઈએ. '
મગજને ખરાબ કરવું હોય તે ઉજાગર કરે. રહેવારના ૫ -વાગ્યા પહેલાં ઉઠે અને તે વખત પહેલાંના જેટલા કલાકે બચાવી શકાય તેટલા ગાઢ નિદ્રામાં ખર્ચે. ગાઢ અને કાંઈ પણ જાતના ખલેલ વગરની નિદ્રા એ શરીર અને મગજને તાજગી બક્ષનારી ઉત્તમોત્તમ દવા છે. બહુ ચિંતા અને ક્રોધના આવેશ પ્રસંગે પણ ઉંઘ અસર
* નાદા જુદા ગ્રન્થ વાંચવાથી ઉદ્દભવેલા વિચારે, લખનાર–એક બિમાર - અભ્યાસી. '