________________
૪૧૨-૩૬
જૈનહિતેચ્છુ.
દાખલા તરીકે રા. બા-કાળીદારૂનારણદાસ, શ્રીયુત રામલાલ પન્નાલાલ કિમતી, શ્રીયુત નોત્તમદાસ ભાણજી, શેઠ ચાંપશી ભારા, શેઠ મેતીલાલ દલસુખરામ, શેઠ પુંજીભાઈ હીરાચંદ, શેઠ પોપટલાલ મહાકમદાસ, શ્રીયુત બછરાજજી રૂપચંદજી, શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા, શેઠ જેઠાભાઈ વર્ધમાન, શ્રીયુત શોભાગમલજી મુથા,શ્રીયુત નેમીચંદજી શિરેમલજી, શ્રીયુત બાલમુકુંદદાસ ચંદનમલ, શેઠ અંબાવિદાસભાઈ ડેસાણી, શેઠ નેમચંદ વસનજી, રા. માંડણભાઈ ઘેલાભાઈ, શ્રીયુત કુલચંદજી કોઠારી, શ્રીયુત નથમલજી ચારડિયા, શેઠ સવચંદભાઈ આણંદજી, શેઠ ગુલાબચંદ દેવચંદ, કોમીન મિત્રમંડળ વગેરે વગેરે પાસે સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહનો હક્ક આબાદ ઉભો છે. તેઓ હુને એક-મદદગાર વગર જાતે જ બધે સ્થળે ફરી વળવાને અશક્ત-જાણી પિતાની મેળે જ યથામરજી ર્કોલરશીપ મોકલી આપવાની મહેરબાની કરે તો મહારા ઉત્સાહમાં કેટલું વધારે થાય?
અને હવે, હિતેચ્છુ ના ગ્રાહક મહાશયોને માટે બે અક્ષર કહ્યા સિવાય ચાલે તેમ નથી. હિતેચ્છુ પાછળ હજાર રૂપિયાનું ખર્ચ કરી પાંચ પાંચ હજાર નકલે મોકલવા છતાં હેના લવાજમના પૈસા પણ–કે જે આખેઆખી રકમ “વિદ્યાર્થીગૃહમાં જમા આપવાનો ઠરાવ છેપચાસમા હિસ્સા જેટલા પણ હજી વસુલ થયા નથી. આ ખરેખર ઘણું જ ખેદજનક બાબત કહેવાય. આ એક જ અંકની કિમત જે રૂ. ૨) રાખવામાં આવી હોત તે વધારે ન કહેવાત. હેને બદલે ૨-૩ વર્ષના કુલ અંકોની કિમત તરીકે રૂ. ૨) મોકલવાનું પણ જેને ના પાલવે હેને માટે શું કહેવું? આ સંબંધમાં આ અંકમાં અન્ય સ્થળે
અપીલ” છાપી છે તે તરફ ધ્યાન આપવા દરેક ગ્રાહક મહાશયને વિનંતિ કરવામાં આવે છે. આશા રાખું છું કે, મહારા લેખે હમેશ વાંચનારા મિત્રો એવા નિર્માલ્ય કદાપિ નહિ બને કે, માલની ઓછામાં ઓછી કિંમત અને તે પણ ધર્માદામાં જમા કરવાની શરતે-મેકલવાની આનાકાની કરે. આવતે અંક પ્રગટ થવા પહેલાં કોઈ ગ્રાહક તરફથી ૫૦, ૨૫ કે ૧૦ અને કોઈ તરફથી ૫, ૪, ૭ કે ૨ રૂ. ઓછામાં ઓછા લવાજમ તરીકે મની
ડર દ્વારા આવશે અને “વિદ્યાર્થીગૃહ” ના સ્કોલરશીપ ફંડને પુષ્ટિ મળશે. હિતેચ્છુ” ના શિષ્યો ! “વિદ્યાર્થીગૃહ” હમારૂં છે, મહારું