SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવા જોગ ખબર પહેરાવી રસ્તા ઉપર મૂકી દીધા હારે જાગી ઉઠેલા મીભાઈને બેવડ દુઃખ થયું હતું ! એ ઠગારી લક્ષ્મીનાં રમકડાંઓ ! યાદ રાખજો કે જેટલા જલદી ઉંચા રહયા છે તેટલાજ જેરથી નીચે પટકાવાના છો. કુદરત હમને કસે છે–પારખું જુએ છે–નાટક ભજવે છે,ત્યેની હેમને કશી ખબર નથી. ખૂબ લહેર કરે, ખૂબ મઝા માણી , અચ્છી તરહ “બાઈ સાહેબ ને શણગારી ટીકીટીકીને દર્શન કરી - કારણ કે કુદરતને બીજો દાવ થોડા જ વખતમાં ખેલાવાને છે અને જીતેલો થોડા જ વખતમાં છતાઈ જવાનો છે ! એટલા ઉંચા રહડાવીને 'હમને નીચે પટકવાના છે કે ગેટલાં છેતરાં પણ હાથ લાગવાનાં નથી! લડાઈનાં પરિણમે હજી પડદા પાછળ છુપાયેલાં છે! હેમાં હમારી વ્યાપારકુશળતા કામ લાગવાની નથી. ખીલી લ્યો, ખૂબ ખીલી લ્યો, ચીમળાવા માટે–હા કરમાવા માટે–ખીલાય તેટલા ખીલી લ્યો. પણ ચીમળાતી વખતે એમ ના કહેતા કે “મહારા ખીલવાના દિવસમાં મહને કટુ શબ્દ કહેનાર ઉપર ગુસ્સો કરી હેને “નિર્દય ” અને નિંદક’ કહેવાની વ્હારી મૂર્ખતા ઉપર હવે મહને પશ્ચાત્તાપ થાય છે. ”...તે ખરેખર નિષ્ફર છું-હમારા જ પ્રત્યે નહિ, મ્હારા પોતાના પ્રત્યે પણ નિષ્ફર છું, અને કુદરત દેવી પોતે પણ નિષ્ફર છે–તે હમેશાં સેટીથી જ શિખવે છે– લડાઈથી જ પ્રજાઓને શિક્ષણ આપે છે; પણ એ ગઈ કાલે જ પારકી દયા માટે જંખતા–મદદ માટે હાથ લાંબો કરી આંસુ પાડતા આજના શ્રીભરત ! હમારી દયા કયહાં ગઈ ! હમે દયાના હીમાયતીઓ–પરભાઈની વાત કરનારાઓ–લોભી શ્રીમંતેને ગાળે આપવામાં આ નંદ માનનારાઓ–હમારી પરમાર્થવૃત્તિ આજે કહાં ઘરાણે મૂકી આવ્યા? લક્ષ્મીના કેફમાં, જમાનાના જડવાદી મેજશોખમાં, સ્વા ના દારૂમાં અંધા બનેલા એ ધૂત્તો ! હવે હમે જોઈ શકશે કે ગરીબાઈમાં હમારું હૃદય દયાની જે વાત કરતું હતું તે તે દયા લેવા ઇચ્છતું હતું–દયા દેવા નહિ !......એટલા જ માટે કહું છું કે, હમે ઠગાસ છો, હમે ગુલામમાર્ગ” –હમે દેશદ્રોહી-ધભદ્રોહી–હરામખોર છે; અને ફરીથી કહું છું કે હમને હમણું ભળતી લક્ષ્મી માત્ર હમને બેવડા જેરથી નીચે પટકીને શિક્ષણ આપવા માટે જ હમારી પાસે આવી છે. માતાને બૈરી બનાવનારા ઓ પાપીઓ ! ચેતે, શરમાઓ, આંખ ખોલીને જુઓ કે હમે શું કરી રહ્યા છે અને શું ભેગવવું પડશે!
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy