________________
૪૧૨-૩૦
જૈનહિત છુ
આજે આપું, કાલે આપું, એમ કરતાં મહીનાઓ વીતવા લાગ્યા. વૈલંકીઅને પચાસ અને ન્હને પિતાને ૧૦ ધક્કા થયાઃ અંતે... જણાવવાને અત્યંત દુઃખી છું કે......અંતે મિત્રે રળેલી અને હાથમાંની સઘળી દોલત જોતજોતામાં ગુમાવી. અને કદાચ એમ પણ લાગશે કે દાઝેલા ઉપર ડામ દેવો જોઇ ન હતો. હેમને હું જવાબ આપીશ કે, દુઃખમાં સપડાયેલા શત્રુ તરફ હેને દુઃખ થાય - એવું કાંઈ પણ વર્તન કરવાની નીચતા મહારાથી થાય જ નહિ; પણ - આ ગૃહસ્થ મહારા મિત્ર છે, શત્ર નથી. અને સુખમાં માણસને ઉપદેશ લાગતું નથી, દુઃખમાં કલ્પનાશક્તિ તીવ્ર બને છે અને તેને પ્રસંગે એકકટાક્ષ હજાર શાસ્ત્રવચન કરતાં વધારે અસરકારક થઈ પડે છે. માટે આ સખ્તાઈ–જે હેને “સખ્તાઈ કહી શકાય તે-કરવાને મહને હક્ક છે. આહા, દુનિયામાં કેટલી કેટલી જાતનાં દુઃખ છે! ભૂખથી પણ દુઃખ થાય, અને અતિભેજનથી પણ દુઃખ થાય ! વર્ષાદ ન પડે તેથી દુખ થાય અને અતિ વર્ષાદ પડેથી પણ દુઃખ થાય ! જેની પાસે કોઈ નહોતું એવા હજારો માણસો લડાઇના આ અસાધારણ સંજોગમાં હજારો-લાખે રૂપિયા રળીને ઢમઢેલ બન્યા છે. ગઈ કાલના ભીખારીઓ આજે હેટા “ શેઠ સાહેબ ” બન્યા છે. ચાંદીનાં સાંકળાં હેમને નહિ મળતાં તેઓ આજે સોનાના દાગીનાને તે હાથ પણ અડકાડતા નથીઃ હેમની નાજુક શેઠાણુઓને હીરા-મોતી-માણેક જ જોઈએ છે ! રામને એક આને ખચ શક્તા નહોતા તેઓ ઘરની મેટર દોડાવવા લાગ્યા છે. એ બધું બદલાયું તે સાથે એમના વિચાર પણ બદલાઈ ગયા છે ! કાલે તેઓ કૃપણ શ્રીમંતેને ગાળો દેતા. આજે પિતાની સ્વાધતાને બચાવ કરવા હિમત ધરે છે ! હેમનું ખર્ચ વધાર્યું છે ખરું પણ તે ઠાઠમાઠમાં, ઍમ સાહેબને શણગારવામાં અને કોઈ કોઈ દાખલામાં મહીને રૂ. ૨૦૦ કે પ૦૦ ની વેશ્યા રાખવામાં ! બિચારાઓને ઓછી જ ખબર છે કે, છપ્પનીઆમાં ભૂખથી જેટલાં મરણ નહોતાં નીપજતાં તેટલાં ભરણુ ઘણું દિવસની ભૂખ પછી એકાએક ભળી જતા હદપારના આહારથી નીપજતાં હતાં. હેમને ઓછી જ ખબર છે કે, હેમની શેઠાણીઓને હાલમાં પહેરાવવામાં આવતાં હીરા-માણેક લાખે મનુષ્યોના લોહીથી બનેલા પદાર્થ છે. - હેમને એછી જ ખબર છે કે, એરેબીઅન નાઇમાંના મીભાઈને નિદ્રાવસ્થામાં રાજાને સ્વાંગ પહેરાવી રાણીઓએ પતિ કહી ખૂબ બહેકાવ્યા અને એક રાત્રીએ નિદ્રાવશ સ્થિતિમાં ગંધાતા ગાભા