________________
જાણવા જોગ ખબરે.
રખ્યછે.
જઈ ચડે. ‘વિઘાથગૃહ ની વાત શરૂ કરું છું એટલામાં તે ગૃહસ્થ વચ્ચે જ બોલી ઉઠયાઃ “મહને આટલે મેડો કેમ યાદ કર્યો?
હે હમારી યોજના અને કામ કરવાની રીતને પુરો અનુભવ લીધે છે. હવે હમે પોતે મહારા નામ હામે જેટલી રકમ લખે તેટલી આપવા હું ખુશ છું.” આવી સજજનતા અને વિશ્વાસને રખેને લેશ માત્ર દુરૂપયોગ થયો ગણાય એ ચિંતાથી મહેં ૮ વર્ષ સુધી ચાલુ રહે તેવી માસિક રૂ. ૪૦)ની ર્કોલરશીપ હેમનું નામ હામે ભરી, ત્યહારે હેમણે કહ્યું કે “માત્ર આઠ વર્ષ સુધી જ નહિ પણ, સંસ્થાની હયાતી હોય ત્યાં સુધી એ સ્કોલરશીપ લીધાં કરજે; અને હમારા ઘૌલટીઅરને ઉઘરાણુની તકલીફ ન આપતાં પહેલા વર્ષની રકમ તથા તે સાથે શારદાપૂજનની રકમ હમારી સાથે જ લેતા જાઓ, એ શરતે કે હારૂં નામ પ્રકટ કરતા નહિ અને મહારી છબી પણ મૂકતા નહિ. કારણ કે, હું જે આપું છું તે હમારા ઉપર ઉપકાર કરવા ખાતર નહિ, પણ ત્રણ ફીરકા વચ્ચે ઐકયની ભાવના ઉત્પન્ન કરવા, હમારા પ્રશંસાપાત્ર કાર્ય અને આત્મભોગની કદર તરીકે અને મહારા આત્મહિતાર્થે આપું છું”...એવો દિવસ કહારે આવે કે તમામ જૈન શ્રીમંતે આવી કદરદાની, આશય અને કાર્યની કિમત હમજવાની આવી દરકાર, તથા એક સુંદર કામ સુંદર રૂપમાં કરવાની કળા શિખે !
. ' . એક બહેન સમુદ્રપારથી કદર કરે છે ! - મસુઆ (આફ્રિકા)થી એક બહેન રૂ. ૨૫)ની રકમ પિતા તરફની ભેટ તરીકે વિદ્યાર્થીગૃહને મોકલતાં જણાવે છે કે, હિતેચ્છુને ગયો અંક વાંચવાથી તેના ઉપર જે સચેટ અસર થવા પામી હતી હૈને પરિણામે પોતાની પાસે જે કાંઈ તે વખતે શીલીકમાં હતું તે તેણુએ મેકલી આપ્યું હતું. પિતાનું નામ પણ બહાર પાડવાની આ ભલી બાઈ મના કરે છે. કલ્પનાશક્તિ (Imagination)ની બાબતમાં સરેરાસ પુરૂષ કરતાં સરેરાસે સ્ત્રી સ્વભાવથી જ ચહડીઆતી હોય છે, માત્ર તેની તે શક્તિને પીછનવી જોઈએ છે અને ખીલવવી જોઈએ છે. આર્યસમાજની કન્યાપાઠશાળા માટે એક મહેટ ફંડ કરવાનું વ્રત લઈને એક કુમારિકાએ મુસાફરી કરી હતી અને તેણીનું વ્રત સફળ થયું હતું. અધ્યાત્મવાદ અને હિંદસેવા માટે મીસીસ એની બિસાટે જે કર્યું છે હેની તારીફ કોઈ શબ્દોમાં થઈ