________________
- જેનહિંતશ્રુ
૧૨-૬ મહને કાલે મળશે; હેમાંથી રૂ. ૧૦૦ હું એકલી આપીશ, તે સ્વીકારશો. મહને સંસ્થાએ ખરી વખતે આપેલી. લેન હું ગમે તેટલી કરકસર કરી તાકીદે પૂરી કરીશ અને સંસ્થાની સેવા છંદગીપર્યત કરવાને બંધાયેલો રહીશ. હમે જે ઉંચા સિદ્ધાતો વાતચીત દરમ્યાન અને ભાષણ દ્વારા મહારા જીગરમાં ઉતાર્યા છે તે કઈ રીતે ભુસાવા પામે નહિ એ જ હું પ્રાગું છું. સેવા બજાવવાની મહને તક મળે એમ હું ઈચ્છું છું. ખુશીમાં હશે. હમારે લઘુ બધુ, બી. કે. વરડ્યા (M. B, B. S. Asst. Surgeon.)
ભાઈ વિરડ્યાને મનીઓર્ડર પહોંચ્યો છે. સંસ્થા પ્રત્યેના આવા સ્નેહ અને વફાદારી માટે હેમને હું ધન્યવાદ આપું છું. બીજા વિઘાર્થીઓ-પછી તેઓ આ સંસ્થામાં રહેતા હો કે હિંદની હરકેઈ. સંસ્થામાં–આ બંધને દાખલો લઈ વફાદારી અને સમાજસેવા શિખે એમ હું અંતઃકરણથી ઈરછું છું. એક વિદ્યાર્થી બી. એ. કે બૅરીસ્ટર કે સીવીલીઅન કે વ્યાપારી થાય એમાં કાંઈ મોટું આશ્ચર્ય નથી; તેઓના હૃદયમાં દેશસેવા કે જનસેવાનાં બીજ રોપાય એ જ હેટી ચીજ છે. સુંદર પુલમાં સુગંધી ન હોય તે તે શા કામનાં? હિંદને આજે એવા વિદ્યાર્થીઓની જરૂર છે કે જેઓ ભણે–ખૂબ ભણે પહેલા વર્ગમાં પાસ થાય એવું ભણે–પરન્તુ તેથી વધારે સેવાધર્મને પાઠ ભણે–અને અભ્યાસ પૂરો કર્યા બાદ યથાશક્તિ સમાજસેવામાં ફાળો આપે. હેમાં પણ શ્રેષ્ટ તો તે જ છે કે, જે મહીને પાંચસો રળવાની સ્થિતિમાં છતાં રોટલા ખર્ચથી સંતોષ વાળી પિતાની ખીલેલી બુદ્ધિ અને ભરજુવાનીને લાભ સમાજસેવાના હરકેઈ મિશનને અપે. હાં સુધી વિદ્યાર્થીઓ પિતાની જ આબાદી તરફ નજર રાખીને ભણશે ત્યાં સુધી આ દેશમાં કોઈ જાહેર ખાતું આબાદ થઈ શકવાનું નથી. પ્રથમ દેશ, પછી કેમ, પછી કુટુંબ અને પછી પોતે આ મુદ્રાલેખ યુવાન હિંદીએ સદા સર્વદા નજર હામે રાખવો જોઈએ છે. “પ્રથમ હું, પછી કુટુંબ, પછી સગાંવહાલાં, પછી નાત, પછી ગામ, પછી છો અને પછી દેશ”. એવું શિખવનાર હિંદમાતાને દ્રોહી—ખૂની-શત્રુ છે.
મહેને આટલે મોડે કેમ યાદ કર્યો? - એક ઉંચામાં ઉંચા કુટુંબના નબીરા અને શ્વેતામ્બર મૂર્તિપૂર જક અગ્રેસરને ત્યાં એક હવારે હું મહારા એક વૈલટીઅરની સાથે