________________
જાણવા જોગ ખબર
૪૨-૨૫ કફેડી દશામાં મૂકે છે. ભાઈ તુલશીદાસ અને ભાઈ પ્રભુદાસ—-અને ભાગીદારેએ મળીને–મહારા પર જુલમ કરવા માંડે છે. જેને કોમને કામની કદર નથી એવા મહારા તહોમતને ખોટું પાડી મહેને જો ઠરાવવાને તેઓએ એકસંપ કર્યો છે, અને સેવકના સેવક બની સેવકને આશ્ચર્યમાં ગરકાવ કરી મુંગે બનાવી દીધા છે. ભાઈ! કાંઈ પણ અંગત સંબંધ વગર, કાંઈ પણ પ્રાર્થના થયા વગર, પતાની સ્થિતિ પણ એવી શ્રીમંત ન હોવા છતાં, ફક્ત મહારા નિર્મા લ્ય હિતેચ્છુના શબ્દોની કદર કરીને આટલી હદની લાગણી બતાવનારા હમારા હૃદયને કયા પૂજાપાથી હું પૂછું ? વ્યવહારના આભાર વડે તે ઉચ્ચગામી આત્માને હું કેવી રીતે કલુષિત કરવાની હિંમત ધરી શકું? ઈચ્છવાનું હારા હાથમાં હોય તો હમારે માટે હું શું ઈચ્છું? હમે મહારા સિદ્ધાંતો અને લાગણીઓ વચ્ચે યુદ્ધ જગાડી મહને હચમચાવી નાખ્યો છે. હું હમને આશિર્વાદ' ન આપી શકું? માત્ર “શાપ” જ આપી શકું, અને તે એ જ કે, હમે અનંત કાળને માટે અકિંચન અને અશરીરી થાઓ !
વિઘાથીગૃહ ચાલે કે કાલે બંધ પડે, હું જીવું કે કલાક પછી મરણ પામું, લોકે સંસ્થાને પિતાની બનાવે છે તોડી નાખે,–ગમે તેમ થાય-મહારું મિશન પાર પડયું છે અને હવે હું કાંઈક દીલાસા સાથે ભરી શકીશ. - વિદ્યાથી, હારૂં કલ્યાણ હે! ' ,
ગયા અંકમાં અમદાવાદ ગૃહના બે વિદ્યાર્થીઓ પર્યુષણની રજામાં લિંબડી જઈ હાંથી અમુક રકમ એકઠી કરી તે રકમ હોના બેડીંગ હાઉસ” ને જ વિના માંગે અને હુને પૂછાવ્યા સિવાય અર્પણ કરી આવ્યાના ખબર પ્રગટ થયા હતા. હમણું મુંબઈના વિદ્યાર્થીગૃહના એક વિદ્યાર્થી (ભાઈ બી. કે. વરડયા ) મૅડીકલ કોલેજની છેલ્લી પરીક્ષામાં પાસ થઈ સંસ્થા છોડી ગયા પછી થોડા જ દિવસના અરસામાં મેરાદાબાદથી મહને લખે છેઃ “વડીલ બંધુ! મહારી ખરી મુશીબત વખતે મને અભ્યાસનાં સઘળાં સાધન કરી આપવા સાથે મહારા તરફ જે પ્રેમ અને મમતા બતાવવામાં આવ્યાં છે હે યત્કિંચિત બદલો પણ હું કેવી રીતે વાળી શકીશ? હમારી શુભાશિષોથી પાસ થતાં વેંત જ મહને અત્રે ઍસીસર્જનની જગા રૂ. ૧૦૦ના પગારથી મળી છે. મહારે પહેલા મહિનાનો પગાર