________________
*
=
=
=
-
श्री संयुक्त जैन विद्यार्थी गृह.
નાખવા નોન વવશે થિ
| મુંબઈ ખાતે “સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહમાં ૪૦-૪૧ વિઘાથઓની હાજરી રહ્યા જ કરે છે. પ્લેગના કારણથી ગુજરાત-કાઠિયાવાડના જૈન–અજૈન વિદ્યાર્થીઓને આ સંસ્થા સુંદર આશ્રય સ્થાન થઈ પડયું હતું. વિદ્યાર્થીઓએ તે વખતે પોતે અગવડ વેઠીને પણ થોડા વખતને માટે આશ્રય લેવા આવતા બહાર ગામના બંધુવિઘાથીઓ માટે સગવડ કરી આપવાની ભલમનસાઈ બતાવી હતી.
અમદાવાદ ખાતેના સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહને હાંના સપ્ત પ્લેગના વખતમાં હારે સ્કુલ અને કોલેજો બંધ રહી હતી તે અરસામાં બંધ રાખવાની જરૂર પડી હતી, પરંતુ દોઢ મહીનામાં પ્લેગ શાન્ત થતાં પુનઃ કામ ચાલુ થયું હતું.
' મહારી મુસાફરી દરમ્યાન ઈદાર હાઈકોર્ટના જજંજ' શ્રીયુત જે. એમ. જેની M. A. Bar-at-Law મુંબઈ ગ્રહની મુલાક કાતે આવ્યા હતા અને બે કલાક સુધી રેકાઈ બારીક તપાસ કર્યો બાદ તથા વિદ્યાર્થીઓના સહવાસમાં આવ્યા બાદ ઈદેર ઉપર. મંયા હતા, હાથી હેમણે “ગૃહના સુપ્રીન્ટેન્ડન્ટ પર નીચે મુજબ પત્ર લખ્યો હતો –
" પ્રિય સુપ્રિન્ટેન્ડન્ટ; સાર્વત્રિક ભ્રાતૃભાવ એ જ સત્યને આમા છે. બધુ વાડીલાલ તે લક્ષ્યને પહોચ્યા છે. મુંબઈ અને અમદાવાદ ખાતે આવેલાં હેમનાં વિદ્યાર્થીગૃહો' એ કથનને સંગીન અને છટાદાર પુરાવો છે. નાતાલની રજામાં મ્હારે મુંબઈ ગ્રહની મુલાકાત લીધી ત્યહારે વિદ્યાથી બંધુઓની ચપળતા, સ્વાત્મસંશ્રય તેમજ નમ્રતા અને સભ્યતા જોઈ હું આશ્ચર્યચકિત થયો હતો. મહાવીર પ્રભુના આ યુવાન અનુયાયીઓની પ્રગતિ થાઓ એમ હું પ્રાર્થ છું. મહને આશા છે કે આ યુવકમંડલ મનુષ્યો, મનુષ્યોથી ઉતરતા છે તથા મનુષ્યથી રહડીઆતા જેમાં જૈનવ પ્રેરવા મન-વચન-કાયાથી કેશીશ કરશે. - J. D. Jaimi.
M, A., M. R. A.S., Bar-at–Day.
Judge, High Court, Indoro; ***