________________
સંયુક્ત મહાવીર સંધ,
બત લઈશું તો એક હેટી રકમ સહેલાઇથી એકઠી કરીને તે વડે આસ્તે આસ્તે વિદ્યાનો બહોળે પ્રચાર કરવામાં આપણે સારી ફતેહ મેળવી શકીશું? જમણથી એક વખત આનંદ થશે, વરઘેડાથી એક બે કલાકને આનંદ થશે, અહીંતહીં પરચુરણ દાન કરવાથી મહેતું કાર્ય કઇ થવા પામશે નહિ, પણ “મહાવીર સંધના સામાન્ય ભંડોળમાં રકમ એકઠી થવાથી સેંકડો જેને કેળવાશે અને અકેક કેળવાયેલો જેન ઓછામાં ઓછું પિતાના કુલ ટુંબને તે સારી સ્થિતિમાં લાવી શકશે જ, કદાચ કોઈ અસાધારણ પાણીવાળો નીકળશે તો સમાજને પણ ઉપયોગી થઈ પડશે. આ ફળ સદાકાળ વધતું ને વધતું જાય તેવું છે. સંપ, સંસારસુધારે જુસ્સે એ સર્વ પણ કેળવણીને પ્રતાપે આજેઆમ આવવાં લાં ગશે. આ, સઘળી ઉન્નતિની ચાવી છે. આખી દુનિયામાં મહાન ફેરફાર થવા લાગ્યા છે, હરીફાઈ એટલી વધી પડી છે કે જે હિંદ આગળ નહિ વધે તે ચગદાઈ જ જશે; કાં તે આગળ વધે અને કે તે ચગદાઈ મરે; એ એ જ માર્ગ છે, છો તે સ્થિતિમાં પડી રહેવા દે એવા આજની દુનિયાના સંજોગો નથી. આજે બીજી પ્રજાઓ નબળી પ્રજાને ભક્ષ કરવાને તલપી રહી છે. ફરીફરીને વિનવું છું કે આજે આપણને કેઈ ચાલુ સ્થિતિમાં બેસી રહેવા નહિ જ દે. એ વાત હવે આપણા હાથમાં રહી નથી. આપણે કાં તો સમર્થ બનવું જોઈશે, અગર તો બીજાને ભક્ષ બનવું જોઈશે. પહેલે રસ્તે, એટલા માટે, લીધા સિવાય આપણે છૂટકે જ નથી. પ્રમાદ અને બેદરકારી આપણને હવે કઈ તે પાલવે તેમ નથી. ટૂંકી નજર અને ઘર સંભાળી બેસવાની પ્રતિ હવે આપણને પાલવી શકે તેમ નથી, હિંદના લોકનાયક માથાં મૂકીને કામ કરી રહ્યા છે. દરેક કોમે પોતપોતાના વર્ગમાં વિવા, સંપ અને જુસ્સાને પ્રચાર કરવાનું કામ ઉપાડી લઇને બાપણું દશનાયકોની મહેનત બચાવવી જોઈએ છે અને આપણા વણેલા બળ સાથે આપણે હેમના કામમાં જેવું જોઈએ છે.
આવી વસ્તુસ્થિતિમાં, સજ્જને, શું હમે “ સંયુકત મહાવીર સંધના “સાધુ' બનવા આનાકાની કરશો–રે કરી શકશો? પૂછો હમારા હૃદયને. હું મારા હૃદયને ફરી ફરી વીસ વખત પૂછી ચૂક અને હેણે જવાબ આપ્યો કે, સોળમો હિસ્સે મહાવીર સંઘને અર્પણ કરવા માત્રથી હારૂં શુ એછું થતું નથી; હારી