________________
૨૫૪
જનહિતેચ્છુ.
માણસો હિંદમાંથી મ્હોટી સંખ્યામાં મેળવવાની આશા પણ છોડવી પાલવતી નથી. કેટલો પરસ્પરવિરોધી સ્વભાવ! એક તો પરાણે પ્રિત કોઈ દિવસ થઈ શક્તી નથી અને થાય છે તે અર્થસાધક નીવડે નહિ; બીજું, હથીઆર વગર રહેલી પ્રજાને ગમે તેટલી તાલીમ આજવામાં આવે તેથી કંઈ હેની પ્રકૃતિમાં એકાએક લડાયક જુસ્સો આવી શકે નહિ; ત્રીજી, સરકાર લોકો ઉપર વિશ્વાસ ન રાખે તે લોકો સરકાર માટે ખરી–જગરની “આગથી લડી શકે નહિ અને લડવા જાય તે પણ કાંઈ લીલું વાળી શકે નહિ, કારણ કે હાં હૃદયને પડઘો નથી પડતો હાં ગરમી-જુસ્સો આવી શકે જ નહિ; ચોથું, હથીઆર અને વિશ્વાસ એ છે કે જે દરેક પ્રજા પિતાના રાજ્યકર્તા પાસે હકપૂર્વક માંગી શકે તે બે ચીજોથી પ્રજાને જેટલો ફાયદો છે તેથી વિશેષ તે સરકારને છે એમ હરેક શરીરવિજ્ઞાનશાસ્ત્રી અને ઇતિહાસશાસ્ત્રી કહી શકશે. પરંતુ કેટલીક વળે એવી આવે છે કે વ્હારે ડાહ્યામાં ડાહ્યા રાજ્યક્રારીઓ, વિજ્ઞાનશાસ્ત્રીઓ અને ઈતિહાસશાસ્ત્રીઓ પ્રાથમિક સત્યો પણ ભૂલી જાય છે; અને બીજાને અન્યાય આપવા જતાં પોતાને ઈજા કરનારા થઈ ચડે છે,-એવી ઈજા કે જહેનાં પરિણમે સૈકાઓ સુધી ભૂલાઈ શકે નહિ. સરકારને ખરામાં ખરે મિત્ર–વફાદારમાં વફાદાર પ્રજાનાયક-આ પ્રસંગે તે જ હોઈ શકે કે જે સરકારની ઈતરાજી વહોરીને પણ માનસશાસ્ત્રનું મહેટામાં હેટું સત્ય [કે, “વ્હાં સ્વરક્ષણની શક્તિ નથી
હાં સાચી વફાદારીનું સ્થાન ડરપોક ખુશામત અને li-lo; alty જ લે છે ”] સરકારની નજર આગળ આગ્રહપૂર્વક રજુ કરે. દરેક અને નિર્બળ માણસો કોઈ દિવસ દલોજાન મિત્ર, જીગરી આશક કે વફાદાર પ્રજ બની શકે જ નહિ. વફાદારી, આત્મભેગ, પ્રેમ એ સર્વ તાકાદનાં સંતાન છે. નિર્બળતાની મગદૂર નથી કે તે તેવાં બાઇકો જણી શકે. i – oyalty હમેશ ભયંકર છે, ખુશામતીઆ કે હીકણ ભક્તો અને સેવા કરતાં બહાદૂર શત્ર હોવો વધારે ઈચ્છવા જોગ છે. હથીઆરથી લોકો બળવાન થાય અને કોઈ વખત સહામાં ચાય એવો વહેમ અસ્થાને છે અને હેના રદીયા હિંદી પ્રજનાયકોએ હજારો વખત જાહેર કર્યા છે. પરંતુ એક નવે રદીઓ એ છે કે, જે માની લીધેલા ભયથી સરકાર તે ભય કરતાં પણ મોટું જોખમ ખેડે છે તે ભયને દૂર રાખવાની ઈચ્છા છતાં સરકાર પોતે જ હમણું એક