________________
અતિરક્ષાનું પરિણામ.
૬૫૩
[33] માતિરક્ષાનું પરિણામ. બાળક પડી જશે તો દુઃખી થશે એવા ડરથી બાળકને પિતાના પગ ઉપર ચાલવા નહિ દેનાર પિતા હેને અને પિતાને શત્રુ બને છે. ગુમાસ્તાને ધંધાની સઘળી વાત જવા દઈશું તો તે કોઈ દિવસ વ્યાપારી બની જશે અને આપણી નોકરી છોડી જશે, એવા ભયથી હેને અજાણ્યો રાખનાર શેઠ કોઈક દિવસ પિતાને જ નુકશાન કરી બેસશે. ધર્માચાર્યોએ નરકના જે ભયો ન્હાના ન્હાનાં કામમાં પણ ઘુસાડી દીધા છે તેથી લોકો પવિત્ર થવાને બદલે ઉલટા ધૂતારા થતા ગયા છે, અને નિર્માલ્યતા વધી તે તે વ્યાજમાં ! હિંદમાં આવી બ્રિટિશ પ્રજાએ એવી વ્યવસ્થા કરી નાખી કે લૂટફાટ અને ધાડે વગેરેનું નામનિશાન લગભગ બંધ થઈ ગયું. હિંદીઓને હવે બળ વાપરવાની જરૂર જ પડશે નહિ એમ ધારી સરકારે હથીઆરબંધીનો કાયદો પસાર કર્યો. પરિણામ એ આવ્યું કે, બંગાળમાં ઉપરાછાપરી થતી ધાડ અને લૂટો અને ખૂનોથી બચવા શહેરીઓ પાસે કઈ સાધન ન મળે, વ્હારે બદમાસો તે બંદુકના બહાર કરી મારી લૂટી વાતવાતમાં ચાલ્યા જાય છે. કાયદો ગમે તેવા હેતુથી કર્યો, પણ તે હાલ તો બદમાસોને બળ આપનાર અને નિર્દોષ શહેરીઓને નિરાધાર બનાવનાર થઈ પડયો. લડાઈને લીધે થયેલી મોંઘવારીએ મુંબઇમાં લુટફાટ ઉભી કરી, કલાકો સુધી અને વળતે દિવસે પણ લુટકુટ ચાલી અને લોકો લે બાપા, ત્યારે જોઈએ તે મહારે ન જોઈએ એમ કહી હાથ જોડી દૂર ઉભા રહ્યા કે ભાગવા લાગ્યા. પોલીસની મદદ તે, લૂટ પૂરી થયા પછી આવી પહોંચી. ઠીક છે, આ તે પ્રજા પૈકીના માણસોએ જ લૂંટ ચલાવી હતી અને હેમની મતલબ ભૂખમરે બુઝાવવા પુરતી જ હતી તેથી થોડા માણસનું ધન કે અન્ન જ ગયું , પરંતુ પ્રાણ જાય તે વખતે શું ? હિંદીને પિતાના પ્રાણું બચાવવાને પણ હા નહિ ! આપખુદ જર્મન ઈગ્લાંડના લશ્કર ઉપર હમણાં જે રાસી ધસારા લાવ્યા છે અને જેના પરિણામ ઉપર ઈગ્લાંડના જીવવા-મરવાનો સવાલ લટકી રહેલો છે એમ ખુદ સરકાર વારંવાર કહે છે અને હિંદ પાસે વધારે માણસની મદદ માગે છે, એવા વખતે પણ હજી, હથીઆરબંધીનો કાયદો તોડવાનું સુઝતું નથી. વિશ્વાસ કરવામાં નથી, અને હથીઆર વાપરનારા બહાદુર