________________
" જૈનહિતે [૨૮] હવે ધાન વોલ્યો છે
જન શાસન પત્ર કહે છે કે “ભાવનગરમાં થોડાક વર્ષો થયાં લગ્ન પ્રસંગે ધામીક વરઘોડા ચડાવવાનો એક નવીન આડંબર ઉભો થયો છે. ધર્મના ચુસ્ત હિમાયતીઓ આ રીવાજને અનુમોદન આપી તેને એક ધર્મને ઉધોગ થતો માને છે, પણ તેની અંદર જૈનધર્મમાં માન્યકરેલા દેવતત્વની હીનતા અને આશાતના થાય છે તે તરફ કોઈ ધર્મજ્ઞાતા ગૃહસ્થનું લક્ષ જતું નથી, ઓ આશ્ચર્યની વાત છે.” અને હવે શાસન ની કલમધારા ધર્મરાજા પોતે બેલે છે કે—-“સાંસારિક પ્રસંગોને લ્હાવો લેવામાં ધાર્મિક પ્રસંગ દર્શાવવો એ એક ધર્મની ગણતા કરનારે થાય છે. સંસાર અને પવિત્ર ધર્મની ક્રિયાને સહયોગ થઈ શકતું જ નથી, એ પ્રથમ વિચારવાનું છે. હાર્દિક ધન્યવાદ આ સ્પષ્ટ વક્તવ્ય માટે! હું ફરી ફરીને એ શબ્દો ગેખીશ કે “સંસાર અને પવિત્ર ધર્મની ક્રિચાનો સહયોગ થઈ શકતો જ નથી. ”—અને તે છતાં જૈન લગ્નવિધિનું મિથ્યાત્વ જૈનોમાં ઘુસી ગયું છે ! કામવિકારને દાબવામાં તો ધર્મનું નામ હોય, પણ કામવિકારને ખોરાક આપવામાં–લગ્નમ –-- વીતરાગ દેવ અને હેના ધર્મના નામને સહયોગ થાય એના જે બીજે ક્યો મેહ––ધમધતા કે મિથ્યાત્વ હોઈ શકે? ધર્મો આમજ આસ્તે આસ્તે ભ્રષ્ટ થતા જાય છે. યાદ રહે કે માણસ જ ધર્મ સ્થા છે, મજબૂત કરે છે અને ભ્રષ્ટ કરે છેઃ કાઈ આકાશમાને રસ્તે કે પાતાળને પરમધામી આવીને તે કામ કરતો નથી. ફીરના પણ આપણે છીએ અને પરમાધામી પણ આપણે જ છીએ. જેટલી જેટલી પ્રવૃત્તિઓની જરૂર છે તે સર્વ સાથે ધર્મનું નામ આમેજ કરવું એ બુદ્ધિમાનનું કામ નથી. લગ્નની જરૂર પડે છે એટલા માટે એમાં જૈન ધર્મનું નામ આમેજ કરવું જોઈએ એમ કહેનારે ભોજન કરવામાં, પાયખાને જવામાં, સંતાન ઉત્પન્ન કરવામાં ઈત્યાદિ સર્વ ક્રિયાઓમાં–કે જે પણ અનિવાર્ય જરૂરીઆત વાળી ક્રિયાઓ છેજેન ધર્મનું નામ આમેજ કરવું પડશે–પાલવશે જેનેને એમ કરવું? આપણે ત્રીજી વાર કહીશું કે “સંસાર અને પવિત્ર ધર્મની ક્રિયાને સહયોગ થઈ શકે જ નહિ –અને ત્રીજીવાર તે નિડર સત્ય કહેનાર શાસનને ધન્યવાદ આપીશું.