________________
આનું નામ તે પ્રમાણિકતા !
૬૪૮ વવાની ફરજ પડે. હારવા તેમજ જીતવામાં–બન્નેમાં–હુને આનંદ છે અને સમાજને લાભ જ છે. કૉન્ફરન્સો ચીડાયા કરે અને આ સભા બાળલગ્નને બંધ થયેલાં જોવા ઈચ્છે છે” એવા ઠરાવ (!) પસાર કર્યા કરે એથી શું દહાડો વળવાને છે? નિયમબદ્ધ કામ કરવાને એક ધરખમ કમીટી સ્થાપવી જોઈએ, અને કમીટીએ ઉપદેશ માટે ગામેગામ સમર્થ વક્તાઓ મોકલવા જોઇએ, એટલું જ નહિ પણ ગામના મુખીઆઓને મળીને કોન્ફરન્સના આગેવાનોના નામથી ડેમના ઉપર દબાણ કરી બાળલગ્નાદિ વિરૂદ્ધ પ્રતિબંધ કરાવવા જોઈએ. માત્ર “આમ ઈચ્છીએ છીએ–અને તેમનું પસંદ કરીએ છીએ” એવાં ફારસોથી કઈ વળવાનું નથી. અને કૅન્ફરન્સ એવી “ઈચ્છા ઓ કરતી રહે વ્હાં સુધી અમો કે જેઓના દીલમાં ખાત્રી છે કે સાધુઓ અને આગેવાને બાળલગ્નાદિ ઉપર કહેલા સડા દૂર કરી શકવાના જ નથી, તેવા અમો એ સડા દૂર થવાની મૂર્ખતાભરી રાહ જોઈ બેસી રહી વિધવાઓને મરવા દેવા કરતાં વિધવા લગ્નને પ્રચાર કરવાનું કર્તવ્ય જ જોરશોરથી કર્યા કરવાના. અમારી એ પ્રવૃત્તિ જેમને ભયંકર લાગતી હોય તેઓએ વગર વિલંબે જાગવું જોઇએ અને સમાજને સંડામાંથી છેડવવા અને વિધવાલન જેવી કડવી–ન છૂટકે ખાવી પડતી-દવાથી બચાવવા કમર કસવી જોઇએ. તેઓ બાળલગ્ન, કજોડાં, કન્યાવિક્રય, સો સો ઘરની સંકુચિત મર્યાદા વગેરે બલાઓ દૂર કરે પણ નહિ અને અમને વિધવાલનરૂપી કડવી દવા વાપરવા પણ દે નહિ, એ તો સમાજને ઇરાદાપૂર્વક મારવા જેવું જ કહેવાય.કડવી દવા પસંદન હોય તો હેમોપથીની મીઠ્ઠી દવા પુરી પાડે, અગર “ મેન્ટલ હીલીંગ” (માન સિક પ્રયોગથી દરદ મટાડવાની વિધા) વડે દરદ મટાડે અથવા યોગવિધાથી આરામ કરો, નેચરોપથીથી આરામ કરે, અગર ગમે તે રીત કે જે તમને પસંદ હોય તે વડે રે.ગની ભયંકર સ્થિતિ આગળ વધતી તે અટકાવશે કે માત્ર કડવી દવાને ગાળો જ દીધા કરશે અને આરામ થઈ જાય, એવી બાલીશ ઈચ્છાઓમાં જ રમ્યા કરશો? એમાં સમાજનું કાંઈ વળ્યું?