SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ९५० જનહિતે. . . [૭] “નૈમિત્રને સમર્થન ! દિગમ્બર જૈનમિત્ર” પત્ર કે જે ફરજ્યાત વૈધવ્યથી થતા. ગેરલાભ ઉપર યુક્તિ બતાવનાર દરેક વ્યક્તિ ઉપર ગાલીપદાનને. ધંધે લઈ બેઠું છે હેને, હેણે પોતે છાપેલા સમાચાર સમર્પિત કરું છું ! તા. 9 માર્ચના અંકમાં મિત્ર લખે છે કે, સિવનનિવાસી રાયબહાદૂર શેઠ પૂરણસાહજીના ૧૫ વર્ષની ઉમરના પુત્ર શિખર ચંદજી ગુજરી ગયા છે; હેનું લગ્ન ૩ વર્ષ ઉપર એટલે ૧૨ વર્ષની ઉમરે લલીતપુરના એક ધનાઢ્ય ગૃહસ્થની બાલક પુત્રી સાથે થયું હતું, જેનું વય હાલમાં ૧૦ વર્ષનું છે. અલબત આ ખબર ગમે તેવા પરના હૃદયને પણ પીંગળાવે તેવા છે. દુઃખથી આકુળવ્યાકુળ થયેલો “મિત્રને ખબરપત્રી લખે છે કે “ હે કાલ! તું આવા જ ગજબ કરે છે કે ? શ્રી જીનેન્દ્ર દેવને પ્રાર્થના કરું છું કે બન્ને શ્રીમાનોનું દુઃખ શીવ્ર નાશ પાન ! હેમના આત્માને એટલું બળ આપે કે જેથી તેઓ હૈયે ધારણ કરે ! ” અરેરે, દુનિયાની લીલા તો જુઓ કે એક શ્રીમંતના ઘેર દુઃખ આવ્યું હારે કાળને “ગજબ કરનારે” વગેરે શબ્દો લખવાનું અને નિષ્ક્રિય જિનેન્દ્ર દેવને–મદદે દેડવાની પ્રાર્થના કરવાનું સૂઝયું; પણ એવા તે ગજબ એક લાખ નાના ઘરમાં થઈ ચૂક્યા છે અને દરરોજ થયા કરે છે; હેને માટે જિનેન્દ્ર દેવને કેમ કોઈ યાદ કરતું નથી ? ભારતમાં દશ વર્ષની લાખો કન્યાઓ રંડાઈ છે હેને માટે કે કેમ આંસુ પાડતું નથી ? ઓ વજનાં હદ ! કમલરહીત જીનેન્દ્ર દેવને ૯મારી પિતાની મૂર્નાઇઓ ઉપર દયા ખાવા અને આંસુ પાડવા આમંત્રણ આપનારા ઓ. મિથ્યાત્વીઓ ! આવા ને આવા ઢંગ કહાં સુધી હવે ચલાવશો ? હમને શું લાખ દશ દશ વર્ષની વિધવાઓની દશા બે મીનીટનાં જા આંસુ જેટલી જ કિમતની લાગે છે કે ? હમારે મન આ શું તમાસો કે એક પાંડિત્યની ચર્ચા માત્રનો વિષય જણાય છે કે ? પેટમાં ભૂખની આગ લાગે, આકાશ આખું ફાટવા લાગે, તે વખતે પવિત્રતાની માની લીધેલી ભાવનાઓની ચર્ચા માત્રથી જ તે આગ બુઝાવવાની અને આકાશ સાંધવાની ૯મે આશા આપો છો કે ? આ નિર્દય, હમારી ચર્ચા પુરી પણ ન થાય અને નવી નવી
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy