________________
સંયુક્ત મહાવીર સંધ.- ૪૧૨-૧૪ (૨) જે બંધુ કે બહેન વર્ષે ઓછામાં ઓછા રૂ. ૧) ભર્યા કરશે તેમને આ “સંધના “સ્વયંસેવક અને “સ્વયંસેવિકા નામથી ઓળખવામાં આવશે.
ફરજો --સાધુ” તેમજ “સ્વયંસેવક સર્વેને નીચે લખેલા નિયમો પાળવા પડશે અને નીચે લખેલી સૂચનાઓના અમલ માટે તેઓએ હૃદયથી કેશશ કરવી જોઇશે.
(૧) પિતાની માન્યતાઓ અને શ્રદ્ધામાં ચુસ્ત રહેવાનો પોતાને હકક છે; પણ તેથી જૂદી માન્યતા કે જૂદી શ્રદ્ધા ધરાવવાને બીજા માણસને પણ એટલે જ હકકે છે એ સિદ્ધાન્ત સ્વીકારીને નિયમ કરવો પડશે કે, કોઈના ધર્મને ધિકકાર કે અપમાન પહોંચાડવાથી પોતે દર રહેશે અને એવા કોઈ કામોમાં કોઈ પણ માણસને પતે પ્રત્યક્ષ કે પરોક્ષ સહાય નહિ કરશે. (ન્યાયપૂર્વક ચર્ચા કરવાને કાદને હક્ક તેથી જતો રહેશે નહિ.)
(૨) “સંધ' ના સભ્યો વધારવા તથા સંધનું ભંડોળ વધારવા તેમજ સંધના આશયે ફલીભૂત કરવા પિતાથી બનતે પ્રયત્ન ઉપદેશ અને સમજાવટ દ્વારા, હારે હારે પ્રસંગ મળશે હારે હારે, જરૂર કરશે, એવું “વ્રત લેવું જોઈશે.
(૩) “જૈનહિતેચ્છ' પત્ર કે જે આ “સંધ' નું મુખપત્ર રહેશે (પરતુ હેનું ખર્ચ “સંધ' ને માથે નાખવામાં આવશે નહિ ) તે દરેક સભ્ય અને સભ્યાએ પુરેપુરું વાંચવા કે સાંભળવા કેશીશ્ન કરવી જોઈશે અને ગામના ઓછામાં ઓછા પાંચ માણસને તે વાંચવાની પ્રેરણું કરવી જોઇશે.
(૪) પિતાના અંતઃકરણ વિરૂદ્ધનું કઈ પણ પ્રકારનું ખર્ચજેમકે કારજ, લગ્નપ્રસંગે જરૂર ઉપરાંતની શોભા પાછળ થતું ખર્ચ, વગેર-કરવામાં આવે તે એવા કુલ ખર્ચને સોળમો હિસે આ સંધાને મેકલ જોઈશે. તેમજ પોતાના કુટુમ્બમાં કઈ શુભાશુભ પ્રસંગે પ્રાપ્ત થાય અને તે પ્રસંગે કાંઈ રકમની સખાવત કરવી જ હોય તો તે વખતે ખર્ચવાની રકમને ઓછામાં ઓછો દશમો હિસ્સો પિતાના આ “સંધરને મોકલવાની કાળજી રાખવી જોઇશે. '
(૫) જહાં સુધી પોતાનું ચાલી શકે ત્યહાં સુધી પોતાના પુત્રને ૧૭ વર્ષની અને પુત્રીને ૧૪ વર્ષની ઉમર પુરી થતા સુધી નહિ પવવાનું વ્રત પિતાના આત્મપ્રભુની સાક્ષીએ લેવું જોઈશે.