SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જનહિ છુ. ત્મા ગાંધી, અને નવ માલવિયાજી જેવા ચુસ્તમાં ચુસ્ત હિંદુ લોકનાયકોએ પણ હમણાંહમણું ખુલ્લી રીતે અસ્પસ્ય જાતિને અપક્ષ લીધે છે. આમ તરફથી હિંદમાં જાગૃતિનાં ચિન્હ જણાવા લાગ્યા - છે. પણ આ દશા જેટલી ખુશી થવા જેવી છે તેટલી જ ગંભીર જાળવવા જેવીપણ છે. આ ગર્ભકાળ છે. સંતાન જન્મવાને હજી વખત છે. આ વખતે ઘણી જ સાવચેતી રાખવાની જરૂર છે. - હિંદના ઇતિહાસમાં આવો ગંભીર–આવો અર્થસૂચક–જેનાં પરિણામ ઘણે દૂર સુધી પહોંચે એવો–સમય આ પહેલો જ છે. હિંદ તે સ-મયને કેવો ઉપયોગ કરે છે તે ઉપર ભવિષ્યની આબાદી કે ક્ષયનો સઘળે આધાર છે. ગર્ભવતી સ્ત્રીને જે બરાબર જાળવવામાં આવી તે સમર્થ બાળકની ગેરન્ટી ૮૦ ટકા તો મળી ગઈ હમજવી. હિંદના આ ગર્ભકાળમાં બે તવોની ખાસ જરૂર છેઃ (૧) બહારની સખ્તાઈ અને (૨) અંદરનું ઐક્ય. સરકાર જેમ સખ્તાઈ કરે-કાયદાને સખ્ત કરીને તથા બીજી રીતે–તેમ ગર્ભવતી હિંદસુંદરીને મજબૂત હિંદબાળ જન્મવાનો વધારે સંભવ છે. માટે આવી જાતનાં બાહ્ય સંકટોથી ગભરાઈ ન જતાં સંકટને આમંત્રણ આપવું જોઈએ. રીઢા–ઘડાયેલા–મેરૂ પર્વતને ટચલી આંગળીથી દબાવી શકે - એવા-પ્રાચિન સ્પાર્ટન જેવા નૂતન હિંદબાળને ઉત્પન્ન કરવા માટે જ કુદરત આપણું સરકાર પાસે unconsciously સખ્તાઈ કરાવે છે. બીજું, અંદરનું અક્ય જરૂરનું છે. સુવાવડી પાસે મહારૂં-હારું અને લડાઈટંટા મુદ્દલ ન થવા દેવા જોઈએ. હમણાં સઘળી કેમો, સઘળા ધર્મફીરકાઓ અને સઘળી જ્ઞાતિ-ઉપજ્ઞાતિઓએ પિતાના ૪ વાડા ” ને ભૂલી વિશાળ દેશભાવનાને જ નજર હામે રાખી સઘળી પ્રવૃત્તિ કરવી જોઈએ છે. દશાશ્રીમાળી બેડીંગ, શ્રીમાળી ઇસ્પીતાલ, ભાટીઆ અનાથાલય, લુહાણુ ઓફ નેજ, જન કોલેજ, મો- સ્લીમ લાઈબ્રેરીઃ આવી સંસ્થાઓ હવે હિંદમાં નીકળવી ન જોઈએ. જે થઈ ચૂકી છે હેનું સ્વરૂપ આતે આતે વિસ્તૃત બનાવવા કોશીશ કરવી જોઈએ અને નવી દરેક સંસ્થા રાષ્ટ્ર ભાવનાથી જ કહાડવી જોઈએ. જેટલે દરજે જ્ઞાતિ-ઉપજ્ઞાતિ અને ધર્મફીરકાને ભેદને - યાદ કરાવવા જેવાં ખાતાં ઉઘાડવામાં આવશે તેટલે દરજજે હિંદનું વિષ્ય બાળક નિર્માલ્ય-માંદલું–થશે. જેઓ ભેદભાવને પુષ્ટિ આપશે
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy