________________
૬૩૪
જૈહિતેચ્છ.
મના પ્રાઈવેટ સેક્રેટરી પણ એક M. A. છે તેઓને પ્રજા તરફથી જે જે ભેટ ગાદ મળે છે તે પિતાના ઉપયોગમાં ન લેતાં સંસ્થાઓને આપી દે છે. તત્વજ્ઞાનના પ્રચાર માટે “બ્રિટિશ એકેડેમી” ની પધતિ પર “ ઇડિયન એકેડેમી ” સ્થાપવાની હીલચાલ તેઓ કરે છે. તેઓ સ્વરાજ્યને ઉપદેશ ધાર્મિક આચ્છાદન સાથે ઘણી સરસ રીતે કરે છે. વહેમની વિરૂદ્ધ નિડરતાથી તેઓ કટાક્ષ કરે છે. એક વિદ્વાન હેમની સાથે થયેલા પ્રશ્નોત્તર પ્રગટ કરે છે, હેમાને કેટલોક ભાગ આ નિચે આપવામાં આવ્યો છે, કે જેથી હિંદુ ધર્મના મહાન અધિકારીને હિંદનું નશીબ કઈ દિશામાં ખેંચી જાય છે, તે જોવાની બુદ્ધિશાળી વાચકને તક મળે –
પ્રશ્ન:–ધર્મશાસ્ત્ર એટલે શું ?
ઉત્તરપૂર્વજોએ પિતાના જાત અનુભવથી બાંધી આપેલા નિયમ.
પ્રશ્ન:-દેશકાળાનુસાર ધર્મશાસ્ત્રના વિધિ-નિષધોમાં ફેરફાર કરવાને કાંઈ હરકત છે?
ઉત્તર:–હરકત નથી, એમ ખુદ શાસ્ત્રોમાં જ કહેલું છે. ફેરફાર કરવા. એ સશાસ્ત્ર જ છે.
પ્રશ્ન:ધર્મ એટલે શું ?
ઉત્તર:–“ ચમ્યુનિવર સિદ્ધિઃ સ્વધર્મ” એવી. ધર્મની એક વ્યાખ્યા છે અને તે જ મહને માન્ય છે. અર્થાત, ઐહિક ઉન્નતિ અને પારમાર્થિક મોક્ષ એ જ ધર્મનું ધ્યેય હોવું જોઈએ.
પ્રશ્ન:-ઘણીખરી જાતિઓને અજ્ઞ બહુજન સમાજ ન્યાયનીતિ, સારાસારવિચાર, પરિસ્થિતિ વગેરે તરફ દુર્લક્ષ રાખી પટાજાતિનું એકીકરણ, પરદેશગમન, પ્રૌઢ વિવાહ આદિ રાષ્ટ્રિય અને સામાજિક દષ્ટિએ અત્યંત આવશ્યક અને ઈષ્ટ સુધારા આચારમાં લાવનારાઓને બહિષ્કાર કરે છે તે બાબતમાં કાયદાના બળથી અટકાવ થવાની જરૂર છે કે ?
ઉત્તર:-હા, છે. સમાજના વિદ્વાન અને વિચારવંત લેકો અને ધર્મગુરૂઓની સમ્મતિપૂર્વક બ્રિટિશ સરકાર અને સંસ્થાનિકોએ એ બાબતમાં કાયદા કરી હેને અમલ કરવો જોઈએ છે.
પ્રશ્ન:-ચાર વર્ણ અનાદિ સિદ્ધ નથી, જાતિભેદ પણ મનુઓકૃત જ છે, તે પછી તેમાં યોગ્ય ફેરફાર કરવો એ ઈષ્ટ છે કે નહિ?
ઉત્તર:–અંઈ પણ મહત્વના ફેરફાર (radical changes)