________________
-
( ૧૪ ) જાગ્રત હિન્દ.
૬૩૩
(૪) બાપત હિન્દ.
'હિન્દ જાગ્યું છે. સ્વરાજ્યની ચળવળ બહોળા વિસ્તારમાં અને પહેલાં કરતાં વધારે “લાગણી” તથા જુસ્સાથી થવા લાગી છે. વકીલ વર્ગ કે જે આજ સુધી ઘણે ભાગે પૈસાથી જ સગાઈ રાન ખાતે હતા હેનું હદય હવે પલળ્યું છે અને દેશસેવા તરફ કાંઈક કે કંઈક ઢળવા લાગ્યું છે. શેકીઆ વર્ગની સખાવતો કમી બાબતમાં જ વહેતી હતી તે કાંઈક કાંઈક રાષ્ટ્રિય સેવા તરફ વળવા લાગી છે. ગામડાના લોકોમાં અને હિંદના સ્ત્રીવર્ગમાં પણ કંઈક અંશે રાષ્ટ્રિય - જુસ્સો અને જાગૃતિ જોવામાં આવે છે. હિન્દુ-મુસલમાનનું અક્ય અગાઉ કદાપિ નહિ જોવામાં આવેલું એટલી હદ સુધીનું આજે જેવામાં આવે છે. ખેડૂત વર્ગ જેવો અભણ વર્ગ પણ પિતાના હક્ક અને સ્વમાન માટે લડવામાં “ગારવ” માનવા લાગ્યો છે. કેળવણુના પ્રચાર માટે સ્કોલરશીપ, બોડીંગ હાઉસો વગેરેની સંખ્યામાં ધીમે પણ મક્કમ વધારે થતો જાય છે, હિંદુ યુનીવર્સીટી સ્થપાઈ છે, એક મહારાજાએ પોતાની સઘળી મિલ્કત સાર્વજનિક કન્યામહાવિધાલય માટે કહાડી આપી છે (એવા આશયથી કે હેમાં હિંદુ તેમજ મુસલમાન કન્યાઓ રહે અને શિખે) અમદાવાદ, સુરત અને મુંબઈમાં નવી કોલેજ સ્થપાવાની તૈયારી ચાલે છે, મહૈસુર રાજયે કોલેજનું શિક્ષણ પણ ક્રી કરી દીધું છે, અને “રાષ્ટ્રિય શિક્ષણ ફડ' ની નવી મહાભારત યોજના દેશનાયકોએ ઉભી કરી છે, જેમાંથી સ્થળે સ્થળે દેશી ઘેરણ પરની વિધાસંસ્થાઓ ખોલવામાં આવનાર છે. હિંદી ભાષાના પ્રચાર માટે અને એને રાષ્ટ્રભાષા બનાવવાને મહાત્મા ગાંધી અને બીજાઓ કોશીશ કરી રહ્યા છે. ગુજરાતી ભાષાની ખાસ યુનીવર્સીટીનાં સ્વપ્ન ગુજરાત વર્નાક્યુલય સોસાઈટી ને આવવા લાગ્યાં - છે, જે એમ સૂચવે છે કે જે યોજના આજે સંકલ્પના સૂક્ષ્મ રૂપમાં - છે તે કાલે કાર્યના પૂલ રૂપમાં પણ ઉતરશે જ.
સાધુ વર્ગ પર લોકો અશ્રદ્ધાળુ બનવા લાગ્યા હતા, પણ નવા પ્રવાહે એ વર્ગ ઉપર પણ અદૃશ્ય જાદુ કરવા માંડ્યું છે. દાખલા ' તરીકે સમસ્ત હિંદમાં હિંદુઓના પૂજ્ય મનાતા કરવીર પીઠના શં
કરાચાર્યની ગાદીએ હમણું એક એવા ગૃહસ્થની નીમણુક થવા પામી - છે કે જે “ ડૉકટર ઑફ ફીલોસોફી” (Ph. D.) છે, અને જે