________________
• જૈન પત્રો અને પત્રકારો.
૬૨૩
નાર થઈ પડે છે, હેની તે લેખકને પણ ખબર હોતી નથીતે તે માત્ર unconsciously પિતાની instinct (આંતરપ્રેરણ)ને અનુસરે છે, પણ તે instinct ની પાછળ પ્રેરક તત્તવ સમાજની દશા હોય છે એનું એને " ભાન ” હેતું નથી. આમ થવામાં કુદરતને હેતુ એ જણવ્યું છે કે, વ્યક્તિના ભોગે સમષ્ટિનો ઉદ્ધાર કરવો. જે હે - હાથમાં તલવાર લઈ હજારો શત્રઓની વચ્ચે પડે છે અને શિર ગુમાવી બેસે છે તે જે બુદ્ધિતત્વની સલાહ લેવા બેઠો હેત તો ભાઈચારાના સિદ્ધાન્તથી અક્રિય બની ગયો હોત અગર સ્ત્રો-પુત્રાદિ તરફના કબે હેને લેખાં ગણનારો (calculating) બનાવી દીધો હેત; પરંતુ વિશ્વવ્યવસ્થા માટે જે જે ચીજોની જરૂર હોય છે તે તે ચીજ કુદરત અમુક અમુક મનુષ્યો પાસે કરાવે છે અને એમ કરવા માટે તે પુરૂષોના હૃદયમાં અમુક ભાવના (ideal ) પ્રેરે છે.“દેશ માટે મરવું એ જીવનની સાફલ્યતા છે ”—“Patriotism (સ્વદેશભક્તિ)“સદ્ગુણ છે” –એ વગેરે ‘સિદ્ધતિ” કુદરત અમુક પુરૂના હદયમાં પ્રેરે છે, અને તેઓ પછી એ પ્રકાશનાં કિરણ જે માર્ગ પર પડતી હોય તે માર્ગ પર જ કુચ કર્યા કરે છે, પછી ભલે તે કુચમાં હેમનું માથું જાય કે ખાડામાં પડી હાથ–પગ ભાંગી બેસે. એ વ્યક્તિઓના અંગત ભેગદ્વારા જ સમષ્ટિનું અસ્તિત્વ ટકી રહે વાનું છે એવા ખ્યાલવાળી કુદરત તે વ્યક્તિઓને અંગત નુકશાન થાય એવા કામમાં “ આનંદ ” માનવાની પ્રેરણું કરે છે. કુદરતને આ આશય કર્મવીરો ઘણે ભાગે જાણતા હોતા નથી અને તે ન જાણે અગર વાંચવા છતાં હેની શ્રદ્ધામાં તે ન ઉતરે એમાં જ કુદરતને જય છે. લેખકે, સુધારકે અને કર્મવીરે તે માત્ર કુદરતન ઓજારો છે; ઓજાર દ્ધાના હાથમાં છતાં તેને “ ભાન ” નથી હતું કે મહને કણ વાપરે છે અને શા માટે મહારા ટુકડા કરાવે છે. આ પ્રમાણે, હારે, “ સદંય” પત્રને જનસમાજની આજની દશાએ જ સમરાંગણમાં મોકલ્યું છે અને તે એક બહાદૂર વીરની માફક કામ કરી રહ્યું છે. એના વિષયો એક એકથી રહડીઆતા છે; એના વિવિધ લેખકે વિચારશીલ અને ગંભીર છે; એના દરેક પૃષ્ઠમાં સમાજને માર્ગ સૂચન કરતી એકાદ સલાહ અને અવશ્ય હોય છે; દુરાગ્રહી લેાકો માટે એ એક તિકશુ તલવારનું કામ કરે છે. એમાં Mysticism નથી એ હું કબુલ કરીશ પણ જે