________________
દરર
નહિતેચ્છુ. કે એકાદ વિષયને પુષ્ટિ આપનારી જ હોય છે. એક્ય, વિદ્યાપ્રચાર, કુરૂઢિઓને ત્યાગ, જહેના વિના આજના સંજોગોમાં સમાજ નથી જ ન શકે એવા આવશ્યકીય સુધારા એ આ પત્રના દરેક અંકના સમાચાર, એડીટોરીઅસ, લેખ, કાવ્ય તેમજ કહાણુમાં નજરે પડે છે. આવા પત્રની ગુજરાતી તેમજ મરાઠી ભાષામાં અકેક આવૃત્તિ નીકળવી જોઈએ છે અને હેરી હજારો પ્રતે ઘેરઘર વિનામૂલ્ય મોકલી શકાય એવી વેઠવણ કોઈ જૈન કેમની ખરેખરી દાઝ જાણનાર શ્રીમંત મહાશય તરફથી થવી જોઈએ છે. આ સમાજસેવકની કિંમત આજે નહિ, પણ પચ્ચાસ વર્ષ પછી થવા પામશે.
હમણાં એક નૂતન પત્ર હિંદીમાં બહાર પડવું શરૂ થયું છે. કહેનું નામ “સત્યદય” છે. આના સમ્પાદકમાં માર્ટીન યુથર છે દયાનંદ સરસ્વતીને જુસ્સો અને જૈનધર્મના પ્રેમનું સુંદર મિશ્રણ છે. તે એક પ્રબલ “ પ્રચારક ” છે. હેના વિચારો પ્રઢ અને ઉદાર છે, અને ભાષા વીજળી સમાન છે. અહીં કહેવું જોઈએ છે કે, ભાષાના અનેક ભેદ હોય છે, જેમ કે, એક વિવેચક તરીકેની ભાષા, એક સૂત્રકારની ભાષા, એક નિબંધકારની ભાષા, એક મિત્રમંડળી વચ્ચે ચાલી રહેલા વાર્તાલાપ જેવી ભાષા, એક પત્રકારની ભાષા,
એક પ્રચારક કે ઉપદેશકની ભાષા,વગેરે વગેરે. સમાજની આજની દશા જોતાં એને સૈાથી વધારે અસરકારક થઈ પડે એવી ભાષા પ્રચારકની ભાષા છે. સમાજ એ નિષ્ફર–મંદ લાગણીવાળો-dull માઈ ગયો છે કે તેને શાસ્ત્રીય કે સૂત્રકારની કે નિબંધકારની ભાષા અસર જ કરી શકતી નથી;એવી શેલમાં લખાયેલું એક આખું ગુસ્તક વાંચી જવા છતાં વાંચનારના મન પર અસર રહી જવા પામતી નથી, કહો કે જેણે શું વાંચ્યું એનું એને “ ભાન ” પણ હેતું નથી. આગ જેવી-વીજળી જેવી-ડંખવાળી ભાષા એના હૃદય પર આઘાત કરે છે અને એને ભયભીત કરી “જગાડે ” છે; ભયથી • જાગેલું ” તે હૃદય પછી ભયનું કારણ શોધવા પ્રેરાય છે અને એ શોધ કરવા જતાં પેલા પ્રચારકના લેખમાંના સિદ્ધાન્તો (truths)
આપ એમાં ઘુસી જાય છે. આવા લેખકો કાંઈ ઈરાદાપૂર્વક એવી ભાષાનો ઉપયોગ કરતા હતા નથી; પરન્તુ,જેમ અતિ ગરમી પષદના ઝાપટાને બોલાવી લાવનાર થઈ પડે છે તેમ, સમાજની અતિ શિથિલ દશા અમુક અમુક વ્યક્તિઓમાં એવી જ શિલિ પ્રેર