________________
જૈન પત્રો અને પત્રકારે.
૬૧૫
• ખોટું લાગી જશે” હેળીનું નાળીએર કોણ બને ? એવા વિચારોથી આવી વાત જાણવામાં આવી શકતી નથી. મળેલા આ પત્ર પરથી ટુંકા સમાચારોમાં આ બાબત હું મુકવાનો છું. તેને હેતુ શુદ્ધ છે. એ અગાઉથી સુચવવું અમને વાજબી લાગે છે. કારણ કે કદાચ આ પરથી પેજ્યુડીસ બંધાવવાનો સમય મળી ના શકે.” આ પત્રની ભાષા પર ટીકા કરવાનું હારે માટે ઉચિત નથી. હું એને જાહેર પત્ર ? છાપા ) દ્વારા તે શું પણ ખાનગી પત્ર (પષ્ટ) દ્વારા પણ કાંઈ જવાબ ન આપતે, પરંતુ હમણું તે માસિકનો ધંધો કરે છે અને એક માસિક-પછી તે સારું છે વા ખોટુજન સમાજમાં અમુક વિચારો ફેલાવ્યા સિવાય રહી શકતું નથી. તેથી જે એ માસિકકારની આવી ભયંકર પ્રકૃતિ સુધારવાની કશીશ ન કરવામાં આવે તો ઘણાઓને અને ઘણે પ્રસંગે નુકસાનકારક નીવડશે, એ ખ્યાલથી હેને એક લાબ જવાબ લખ્યો, જે એક નાનાસરખા “નિબંધ' તુલ્ય હતો, જેમાં કેવી બાબતો પર પત્રકારને લખવાનો હક્ક હોઈ શકે અને કેવી પર નહિ હે ઈશારો કર્યો હતો, મહારા વિદ્યાર્થીઓ હારી નિંદા કર્યા કરે. તે સાથે જાહેરને કાંઈ લાગતુંવળગતું નથી એમ સૂચવ્યું હતું, મહારા વિદ્યાથીઓના . સહવાસમાં હું લગભગ દરરોજ આવતો હોવાથી તેઓ હારા પ્રત્યે કઈ દૃષ્ટિથી જુએ છે એ બાબતનો ખરે ખ્યાલ બાંધવાની જેટલી યેગ્યતા મહારામાં હોય તેટલી બીજામાં હોઈ શકે નહિ એમ બતાવ્યું હતું, હારી કયા વિચારની કે કયા વર્તનની નિંદા કરે છે તે જાણવા પહેલાં આવી વાત છાપવાનો નિશ્ચય કરી દે અને તે છાપવા પહેલાં ચર્ચાપત્રી પાસેથી વિગત મંગાવવાને બદલે તથા તે “વિગતો” મને જણાવી મહારે ખુલાસો મેળવવાને બદલે અમે રહમારી વિરૂદ્ધની ફર્યાદ છાપવાની ફરજ બજાવવાના છીએ ” એવી ધમકી લખી મોકલવી એ સર્વ કેટલું બાળબુદ્ધિભર્યું અને મલીન આશયના તત્ત્વવાળું ગણાઈ શકે તે પણ મહું હમજાવ્યું હતું. લખી મોકલનાર માણસ આબરૂદાર ખરેખર છે કે કેમ, આબરૂદાર માણસેની ફર્યાદમાં પણ કેટલા કેટલા આશય હોઈ શકે છે, આ ફર્યાદીને આશષ મલીન ન હોય તે તે અને હું અને મુંબઈમાં હોવા છતાં મને પિતાને કે કમીટીના કોઈ સભ્યને જણાવવાને બદલે પેપરમાં-અને તે પણ કોઈ કરેલ પત્ર ન મળ્યું તે એક બાળકના