________________
જૈનહિતેચ્છ. વામાં આવ્યું, ફલાણુ શેઠે મને જૈન કેમને સર્વોત્તમ મહાત્મા
, ફલાણાએ મહારી પૂજા કરી, મહારા વરઘોડાનો ઠાઠ તો હતો, વગરે, વગેરે) અક્ષરસઃ છાપવાની જગા ફાજલ પાડવી જ પડે છે ! કોઈ ઠેકાણે કૅન્ફરન્સ કે બીજો કોઈ મેળાવડો થવાની વાત બહાર આવી કે લાગલાજ કેટલાક અધિપતિઓ અને રિપોર્ટર પ્રમુખ અને સ્વાગત કમિટીના પ્રમુખ પાસે જઈ મહે વિકાસી ઉભા જ હોય છે ! આમાં વળી દલાલો” પણ હોય છે! એક માલદાર પ્રમુખના ઘેર મહું અકેક દિવસને અંતરે ચાર શ્વાન નજરે જોયા હતા અને મને એ બેપગા અને કલમ પકડી શકતા શ્વાનોના રોટલી મેળવવાના રસ્તાનું ખ્યાન આપવામાં આવ્યું હતું, જે સાંભળી હું ઘડીભરને માટે સ્તબ્ધ જ થઈ ગયો હતો, જો કે મને હકીકત કહી સંભળાવનાર શ્રીમંત ગૃહરથને તે આ “વિદ્વાન કુતરાઓ'ના ગેલ” અને “દાંતી' જોઈને માત્ર “રમુજ' જ થતી હતી. આ ચારમાંના ત્રણે, કૉન્ફરન્સના પહેલાના અંકમાં પ્રમુખનાં મોંફાટ
આપણુ કર્યો હતો, પણ પાછળથી મને મળેલા ટુકડા પેટપૂર નહિ લાગવાથી હેમાંના એકે બીજા જ અંકમાં દાંતીઓ કર્યા હતાં અને છબીજાઓ કરડવાને લાગ મળતા સુધી ચુપ રહી ગયા હતા !
બીજો પ્રકાર જોઈએ. ટુકડા ખાવા-દેવાનો જહાં સવાલ નથી હતો તેવાં પેપરો પૈકી પણ કેટલાકને નિયમ જ હોય છે કે અમે મુક પત્રકાર જે અભિપ્રાય જણાવે તેથી વિરૂદ્ધનો જ અભિપ્રાય પોતે જણાવો, પછી તે ગમે તે મહાન સત્યના ખુનથી કાં ન થતું હાય હેની ચિંતા નહિ.
કેટલાકે, કોઈ જાતના આર્થિક લાભની દરકાર વગરના હોવા છતાં, અમુક ગૃહસ્થો કે અમુક સાધુઓ સાથેના પિતાના સમ્બન્ધ કે પ્રેમને લીધે તેઓના હરેક કામને બચાવ કે તારીફ જ કરવાની લીસી” રાખી બેઠા હોય છે.
લગભગ તમામ–ઘણો ઑટો ભાગ–-કઈ બનાવ કે વિષય કે પુરૂષના સંબંધમાં પુરતી માહિતી મેળવવાની દરકાર વગરના
indifferent) હોય છે; ઘણુકાને તે સમાજ શાસ્ત્ર, કાનૂન, તર્કશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર (કે જે ચાર બાબતનું સામાન્ય જ્ઞાન દરેક પત્રકારને માટે અનિવાર્ય છે ) ની ગંધ પણ હોતી નથી, એટલે સુધી કે એવા વિષયનું પુસ્તક હમજવા જેટલી પણ હેમનામાં જયકાત હોતી નથી.