________________
જૈનહિતેચ્છ.
દેશમાં પેટને માટે સ્ત્રીઓ વેશ્યા બની રહી છે,* અનાથો મુસલધાંધળ છોડી મે કયા સંજોગો વચ્ચે આવી પડ્યા છે હેને જરા વિચાર કરો, નહિ તે હમારા ઘણું લાડથી ઉછરેલા છોકરાઓને મનને દાંતનું પણ વૈર થશે, વંશ જ નહિ રહે તે હમારી પેટાજ્ઞાતિઓ અને ધર્મપંથે કહીથી રહેવાના હતા ? રહેશે માત્ર હમારા પેટ પર લાત મારીને ખાનારા રાતામાતા “મોક્ષના ઈજારદારો”!
૪ હિંદમાં ૨ કેડ ૬૪ લાખ તે બાળવિધવા છે; એટલે કે ૧૫ વર્ષની નીચેની ઉમરની એટલી વિધવાઓ છે ! ૧૦ થી ૧૫ ની વયની ૬૫ લાખ “પત્નીઓ છે, અને રાા લાખ હવધવાઓ છે ! ૫ થી ૧૦ ની વયની ૨૨ાા લાખ “પત્ની ‘ઓ છે, અને ૮૫ હજાર વિધવાઓ છે! ૪ વર્ષની ઉમરની ૧ લાખ ૨૪ હજાર “પત્ની ”ઓ છે, ૧૦ હજાર વિધવાઓ છે! ૩ વર્ષની ઉમરની ૫૦ હજાર “પત્નીઓ છે, અને બે હજાર વિધવાઓ છે. વધારે અરું પાડવાં હોય તે સાંભળો હજી -૧ વર્ષની ઉમરની ૩૧ હજાર પત્નીઓ છે અને બે હજાર વિધવાઓ છે. પરિણામ શું ? ફકત કલકત્તા શહેરમાં ૧૦ વર્ષથી નીચેની ઉમરની ૧૧૦૦ વેશ્યાઓ નજરે પડે છે (કુલે વેશ્યા લકત્તામાં ૧૪ હજાર ! હિંદમાં કુલ ૫ લાખ સ્ત્રીઓ ખુલ્લી રીતે વેશ્યાને ધંધો સેન્સસમાં નેધાવે છે, શરમથી નહિ લખાવનારી વેશ્યાઓ અને ખાનગી કુકર્મો કરનારીની સંખ્યા તેથી પણ વિશેષ! ) “દેશદર્શન” નામના હિંદી પુસ્તકના ઝવદ્વાન લેખકે આખા દેશમાં ફરીને દરેક સ્થિતિના લોકોને મળીને ખરી હકીકત બહાર પાડી છે, હેમાંની ૩ વેશ્યાઓની હકીકત ગમે તેવા પથ્થરના કલેજાને પણ વીંધી નાખવાને પુરતી છે. એક સ્થળની વેશ્યા કહે છે: “હું બાળવિધવા છું યાત્રાના બહાને મારો ભાઈ અહી શ્રી છોડી ગયે, ફરી પત્ર પણ લખ્યો નથી અને ખબરે લીધી નથી. ભૂખે મરવાથી વેશ્યાને ધંધો કરું છું, તે ય પૂરું થતું નથી. મારી ઉમર ૨૮ વર્ષની છે; મ્હારા જેવી અભાગિની અહીં બીજી છે સ્ત્રીઓ છે.” બીજા સ્થળની લક્ષ્મી કહે છે: “હું બ્રાહ્મણ છું હારી સાસુ અહીં મુકી ગઈ છે. મહે પત્ર લખ્યો તે જવાબ મળ્યો કે, આ અહીં શું લઈને આવવું છે ? હાં જમનામાં જ ડુબી મર ! મા ગરી ગઈ છે, બાપે પત્રનો જવાબ પણ લખ્યો નહિ.” ત્રીજી કહે છે: “મહારા પતિ સાધુ થઈ ગયા. સસરે નજીવી રકમના પૅન્શન ચર ગુજારો કરતે હો તે મરી જતાં ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ૫ડયું. આ છોકરીને વેશ્યાના ઘેર વેચવાની તજવીજમાં છું.” ભા.